બાબાને ચેલેન્જ ફેંકનારા સુરતના હીરા વેપારીએ લઇ લીધો હવે યુટર્ન, મીડિયાને પાત્ર લખીને કહી દીધી એવી વાત કે… જુઓ
Uturn of the merchant challenging Baba : દેશભરમાં પોણા ચતમકરોને લઈને ચર્ચામાં આવેલા બાગેશ્વર ધામના બાબા પંડિત ધરેંદ્ર શાસ્ત્રી હવે થોડા જ દિવસમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે, ત્યારે તેમની ગુજરાત મુલાકાતને લઈને ઘણા લોકો બાબાને ચેલેન્જ આપતા પણ જોવા મળી રહ્યા છે. એવા જ એક સુરતના વેપારીએ બાબાને ચેલેન્જ આપી હતી.
સુરતના આ હીરા બેપારી હતા જનક બાબરીયા. જે અંધશ્રદ્ધા નિવારણનું પણ કામ કરે છે. તેમને બાબાને ખુલ્લો ચેલેન્જ આપતા કહ્યું હતું કે “હું બાબાને ચેલેન્જ કરું છું કે 26, 27 મેના દિવસે જે દરબાર ભરવાનો છે તેમાં મને સ્ટેજ પર બોલાવીને ચમત્કાર/પરચા દેખાડે. હું સ્ટેજ પર 500થી 700 કેરેટ પોલિશ્ડ હીરાનું પેકેટ લઈને જઈશ. એમાં કેટલા નંગ (પીસ) હીરા છે એ પરચા દ્વારા બાબા જણાવી આપે તો બાબાની દિવ્ય શક્તિનો સ્વીકાર કરી પેકેટ બાબાનાં ચરણોમાં અર્પણ કરીશ”
ત્યારે હવે વેપારીએ યુટર્ન લઇ લીધો છે અને મીડિયાને એક પત્ર લખીને આ વિવાદ સમાપ્ત કરવાની વાત પણ કહી છે. તેમને પત્રમાં જણાવ્યું છે કે, “આગામી દિવસોમાં ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબાર યોજવાના છે, જેને લઈને અમને એવું લાગ્યું કે ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાવવા જઈ રહી છે.”
તેમને આગળ એમ પણ જણાવ્યું કે, “જેને લઈને અમે સોશિયલ મીડિયા તથા મીડિયા દ્વારા એક ડાયમંડના પેકેટને લઈને ચેલેન્જ કરેલી, જેથી ગુજરાતભરમાં શાસ્ત્રી મહારાજના ભક્તો અને ચમત્કાર, અંધશ્રદ્ધામાં નહીં માનનારા વચ્ચે એક મોટો વિવાદ વકર્યો છે. આ વિવાદથી ગુજરાતની શાંતિનો માહોલ બગડે એવું લાગી રહ્યું છે.”
જનક બાબરીયાએ વધુમાં જણાવ્યું કે, “જ્યારથી વિવાદ વકર્યો ત્યારથી સતત મારા પર ફોન અને મીડિયા નિવેદન માટે સમય માંગી રહ્યું છે. જે સમય હું આપી શકતો નથી. સતત માનસિક થાક અનુભવી રહ્યો છું, જેથી હું આ વિવાદને અહીં સ્થગિત કરી રહ્યો છું.” ત્યારે હવે આ વાતને લઈને પણ ચર્ચાનો માહોલ ગરમાયો છે.