પુરપાટ ઝડપે દોડી રહેલી લક્ઝુરિયસ કાર પહેલા ઝાડ સાથે અથડાઈ અને પછી આખી જ સળગી ગઈ, 2 કરોડની પોર્શ થઇ ગઈ બળીને રાખ, જુઓ વીડિયો

પહેલા ડિવાઈડર અને પછી ઝાડ સાથે અથડાઈ પૂર પાટ ઝડપે આવતી પોર્શ, લાગી આગ અને જોત જોતામાં જ 2 કરોડની કાર બળીને થઇ ગઈ રાખ, જુઓ તસવીરો

Car Collided With A Tree In Gurugram : ગુજરાત સમેત દેશભરમાં અકસ્માત (accident) ના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. તો ઘણા અકસ્માતોના એવા વીડિયો પણ સામે આવતા હોય છે જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં કરોડોની લક્ઝુરિયસ કાર (luxurious car) બળીને રાખ થઇ જતી જોવા મળી રહી છે. (all image Credit/Ani media)

આ અકસ્માતની ઘટના સામે આવી છે ગુરુગ્રામમાંથી. જ્યાં ગુરુવારે વહેલી સવારે ગોલ્ફ કોર્સમાં ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે એક ઝડપી લક્ઝરી કાર ઝાડ સાથે અથડાઈ અને અકસ્માતનો ભોગ બની હતી. ટક્કર થતાં જ કારમાં આગ લાગી હતી અને કાર થોડી જ વારમાં કાર રાખમાં ફેરવાઈ ગઈ હતી. જો કે સારી બાબત એ રહી કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી અને ડ્રાઈવર પણ નીચે ઉતરીને ભાગી ગયો હતો.

મળતી માહિતી મુજબ, ગુરુવારે વહેલી સવારે એક પોર્શ કાર ખૂબ જ તેજ ગતિએ આવી રહી હતી અને ગોલ્ફ કોર્સ પર પહોંચ્યા પછી કારે કાબૂ ગુમાવ્યો હતો. કાર પહેલા વાયર સાથે અથડાઈ અને પછી ઝાડ સાથે અથડાઈ. કાર ઝાડ સાથે અથડાતાની સાથે જ આગ લાગી હતી. જો કે, કારમાં આગ લાગે તે પહેલા ડ્રાઈવર કારમાંથી બહાર નીકળી ગયો હતો. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં કાર ખાખ થઈ ગઈ હતી.

ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ એક્સટેન્શન રોડ પર સવારે 4 વાગ્યે 2 કરોડ રૂપિયાની મોંઘી સ્પોર્ટ્સ કાર બળીને રાખ થઈ ગઈ હતી. કાર ઝાડ સાથે અથડાયા બાદ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. કાર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કારમાં બે લોકો સવાર હોવાનું કહેવાય છે. આ ઘટનામાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી.

Niraj Patel