ખબર

માતૃત્વને શર્મસાર કરનારી ઘટના આવી સામે, એક માએ પોતાના જ બાળકોનું ગળું દબાવી દીધું, આખી રાત લાશ પાસે જઈને…

માએ દીકરા અને દીકરીને મારી નાખ્યા, લાશની પાસે જઈને આખી રાત સુધી….દુધવાળો આવ્યો તો સંભળાવી આ કહાની

આપણે ત્યાં માને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. મા પોતાના દીકરાની ગમે તેમ કરીને રક્ષા કરે છે, જેના ઘણા ઉદાહરણો આપણને ઠેર ઠેર જોવા મળે છે, પરંતુ જયારે કોઈ માતા જ પોતાના બાળકોની કાતિલ બની જાય ત્યારે ?  માન્યામાં ભલે ના આવે પરંતુ આ હકીકત બની છે.

ઉત્તર પ્રદેશના બાગપતમાં  એક માતાએ જ પોતાના બે બાળકોનું ગળું દબાવીને તેમની હત્યા કરી નાખી. સાત વર્ષના દીકરા અને પાંચ વર્ષની દીકરીની હત્યા કર્યા બાદ તે રૂમમાં જ પોતાના બાળકોની લાશ પાસે બેસી રહી.

સવારે જ્યારે દૂધવાળો દૂધ આપવા માટે આવ્યો અને દરવાજો ખખડાવ્યો ત્યારે આ મામલાની જાણકારી સામે આવી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. સૂચના મળવા ઉપર પોલીસ પણ ત્યાં પહોંચી અને તેમને મહિલાની ધરપકડ કરી લીધી છે. સાથે જ બાળકોના શબને પોતાના કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છપરૌલીના મોહોલ્લ કુરૈશીયાનમાં ગુલાબના 11 વર્હસિ પહેલા ગામ કોતાના નિવાસી અંજુમ સાથે લગ્ન થયા હતા. ગુલાબ હરિયાણાના ગુડગાંવ અને ફરીદાબાદમાં કપડાંની ફેરી લગાવવાનું કામ કરતો હતો અને હરિયાણામાં જ રહેતો હતો. ગુલાબની પત્ની અંજુમ તેના સાત વર્ષીય દીકરા ઉંમર અને પાંચ વર્ષની દીકરી અલસિફા સાથે મોહલ્લા કુરૈશીયાનમાં સ્થિત મકાનમાં રહેતી હતી. તો ગુલાબના ચાર ભાઈ કસ્બાના બીજા મોહલ્લામાં રહેતા હતા.

ગુરુવારની સવારે પાંચ વાગે દૂધવાળો દૂધ લઈને ગુલાબના મકાન ઉપર પહોંચ્યો. દૂધવાળાના જણાવ્યા અનુસાર મકાનની અંદર બેઠેલી અંજુમે બૂમ પાડી અને દૂધ ના લેવા અને બંને બાળકોની ગળું દબાવીને હત્યા કરી નાખી હોવાની વાત કહી.

આ વાત ઉપર દૂધવાળો ભાગીને ગુલાબના ભાઈઓની પાસે પહોંચ્યો અને ઘટનાની જાણકારી આપી. જેના ઉપર ગુલાબના બધા ભાઈ અને અન્ય સ્વજન ઘટના સ્થળ ઉપર પહોંચ્યા અને દરવાજો તોડીને અંજુમને પકડી લીધી. રૂમમાં બેઠેલી અંજુમ રડી રહી હતી. તેની જેઠાણી ઇમરાનાએ જણાવ્યું કે અંજુમે બંને બાળકોની ગળું દબાવીને હત્યા કરી છે.

આ ઘટનાની સૂચના મળવા ઉપર પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. સીઓ બડૌત આલોક સિંહ દ્વારા જણાવામાં આવ્યું કે હત્યાના કારની હજુ સુધી ખબર નથી પડી શકી. મહિલાની ધરપકડ કરી અને પુછપરછ કરવામાં આવી રહી છે. હરિયાણામાં ગુલાબને પણ ઘટનાની જાણકરી આપી દેવામાં આવી છે.