સુરતની અંદર ગરબામાં પાર્કિંગ બાબતે બે ભાઈઓને થયેલી માથાકૂટ હત્યા સુધી પહોંચી, બંને ભાઈઓને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા

સુરતના આવાસમાં ડબલ મર્ડરની ઘટના, પાર્કિંગ બાબતે ઝઘડામાં બે સગા ભાઈની હત્યા

સુરત: ગરબા બાબતે ઝઘડામાં ડબલ મર્ડર, બે સગા ભાઈઓને ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધા

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Two Brothers Were Killed surat : હાલ ગુજરાતમાં જે તહેવારની એક વર્ષથી રાહ જોવામાં આવી રહી હતી એ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે, આજે છેલ્લું નોરતું છે. ત્યારે ખેલૈયાઓ પણ અલગ અલગ પાર્ટીપ્લોટ અને શેરી ગરબામાં ધૂમ મચાવતા જોવા મળે છે. ત્યારે આ દરમિયાન ઘણીવાર કોઈને કોઈની સાથે માથાકૂટ પણ થઇ જતી હોય છે અને ઝગડો પણ થતા હોય છે.  પરંતુ સુરતની અંદર પાર્કિંગ બાબતે થયેલી માથાકૂટ હત્યા સુધી પહોંચી ગઈ હતી.

રસ્તો બંધ હોવાના કારણે થઇ માથાકૂટ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં એચ બિલ્ડિંગમાં ગત રાત્રે ગરબા રમતા હોવાના કારણે રસ્તો બંધ હતો. ત્યારે આ રસ્તો બંધ હોવાના કારણે એચ બિલ્ડીંગમાં રહેતા બે સગા ભાઈઓ અને માથાભારે યુવકો વચ્ચે બોલચાલ થઇ ગઈ હતી. આ ઝઘડો એટલો વણસી ગયો કે માથાભારે યુવકોએ બંને સગા ભાઈઓને પેટના ભાગમાં ચાકુના ઘા મારી દીધા હતા. હુમલો એટલો ખતરનાક હતો કે બંને ભાઈઓ મોતને ભેટ્યા.

બંને ભાઈઓને ચાકુના ઘા ઝીંકી ઉતાર્યા મોતને ઘાટ :

આ ઘટના અંગે જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ મામલે જણાવ્યું કે ગરબાના કારણે રસ્તો બંધ હોવાના કારણે ત્યાંથી પસાર થવા માટે દિપક અને બબલુ નામના બે યુવાનોએ રસ્તો ખોલી અને આ રસ્તે જ પસાર થવા માટેની ખોટી જીદ કરી હતી. જે અંગે રાહુલ અને પ્રવીણ નામના બે ભાઈઓએ બંને માથાભારે યુવકોને ના પડી હતી. આ વાતની અદાવત રાખીને મધરાત્રે જ ઉશેખરાયેલા દિપક, બબલુ અને અજ્જુ નામના યુવકોએ બંને ભાઈઓને પેટના ભાગે ચાકુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા.

પોલીસે કરી 3 લોકોની ધરપકડ :

બંને ભાઈઓમાં રાહુલ નામનો યુવક પરણિત છે અને તેનો એક વર્ષનો એક દીકરો પણ છે. તે તેના પિતા સુખલાલ પીપળે સાથે મોચી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જયારે તેનો બીજો ભાઈ પ્રવીણ હીરાના કારખાનામાં રત્નકલાકાર તીરકે કામ કરતો હતો. આ પરિવાર મૂળ મહારાષ્ટ્રના છીંદખેડાનો રહેવાસી હતો. ત્યારે પીપળે પરિવારના બે દીકરાઓની એક સાથે હત્યા થવાના કારણે શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા અને હત્યાના ત્રણેય આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel