પપ્પાના ગેરેજ માટે જગ્યા શોધી રહી હતી યુવતી, બે બ્રોકરો નોકરીની લાલચ આપીને હોટલમાં લઇ ગયા, પોતાની હવસ સંતોષી લીધી, જાણો સમગ્ર મામલો
Two Brokers Lured The Girl surat: કોરોના અને લોકડાઉન (corona and lockdown) બાદ દેશભરમાં ઘણા લોકો બેકારીનો ભોગ બન્યા છે. વળી આજે મોંઘવારી પણ એટલી વધી ગઈ છે કે ઘરમાં જો એક જ વ્યક્તિ કમાનારું હોય તો પૂરું પણ ના થઇ શકે. જેના કારણે ઘરના મોટાભાગના લોકો નાની મોટી નોકરી (job) કે કોઈ કામ ધંધો કરવા ઇચ્છતા હોય છે. ત્યારે આજે ભણતી છોકરીઓ પણ પાર્ટ ટાઈમ જોબ કામ કરવાની ઈચ્છા રાખતી હોય છે.
પરંતુ છેલ્લા ઘણા સમયથી નોકરીની લાલચમાં કેટલાય લોકો છેતપિંડીનો શિકાર બનતા પણ આપણે જોયા હશે. ત્યારે હાલ સુરતમાંથી જે મામલો સામે આવ્યો છે તે જાણીને તમે પણ હેરાન રહી જશો. સુરતમાં નોકરીની ઈચ્છા રાખતી યુવતીને બે વક્તિએ હોટલમાં બોલાવી અને ત્યાં તેને બેભાન કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું. ત્યારે આ મામલે ફરિયાદ થયા બાદ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, તો એક હજુ ફરાર છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી એક 32 વર્ષીય યુવતી તેના પિતાના ગેરેજ ચલાવવા માટે ભાડે જમીન શોધી રહી હતી. આ દરમિયાન તેની મુલાકાત વેસુમાં વીઆઈપી રોડ પર આવેલા એટલાન્ટા બિઝનેસ હબમાં ભાડે ઓફિસ રાખીને જમીનની દલાલી કરનારા દિલીપ ખંડેલીયાના સંપર્કમાં આવી હતી, જેના બાદદિલીપે યુવતીને ત્રણ જગ્યા બતાવી પરંતુ તેને પસંદ ના આવી.
જેના બાદ ગત ફેબ્રુઆરી મહિનામાં દિલીપે જમીનનું મોટાપાયે કામાકાજ કરતા અજય દીવાન નામના વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો અને તેને નોકરીની લાલચ પણ આપી. જેના બાદ યુવતીને નોકરીની લાલચ આપીને સંગીની સર્કલ પાસે બોલાવી અને દિલીપે પોતાની કિયા સેલ્ટોસ કારમાં યુવતીને બેસાડીને એરપોર્ટ પર આવેલા રાજહંસ બેલીઝાના એક રૂમમાં લઇ ગયા. જેના માટે દિલીપ અને અજય બંનેએ પહેલા જ પ્લાન બનાવી રાખ્યો હતો.
હોટલમાં યુવતીને પીણાની અંદર નશાની દવા પીવડાવી અને પછી બંનેએ તેની સાથે શારીરિક છેડછાડ અને બળજબરી પૂર્વક બળાત્કાર કર્યો હતો. આ ઘટના અંગે કોઈને જાણ કરી તો તેને જાનથી મારી નાખવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી પણ આપી હતી. પહેલા તો યુવતી ગભરાઈ પરંતુ પછી તેને અલથાણ પોલીસ મથકમાં અજય દીવાન અને દિલીપ ખંડેલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી અજયની ધરપકડ કરી લીધી છે અને દિલીપની શોધખોળ હાથ ધરી છે.