ખબર વાયરલ

રોડ ઉપર બે ભાઈઓ દ્વારા ગાવામાં આવેલા આ “મહાદેવા” ગીત સાંભળીને ઝૂમી ઉઠશો, પ્રધાનમંત્રીએ પણ કરી પ્રસંશા

આપણા દેશની અંદર ઘણા લોકો એવા છે જેમનામાં ભરપૂર ટેલેન્ટ પડેલો છે પરંતુ ઘણા લોકોનો ટેલેન્ટ દબાઈ જાય છે તો ઘણા લોકો પૈસાના અભાવે પોતાના ટેલેન્ટને બહાર નથી લાવી શકતા. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા દ્વારા આવા ઘણા લોકોના ટેલેન્ટને બહાર લાવવામાં આવે છે. અને તેમના ટેલેન્ટ ભરેલા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે.

હાલ એક એવો જ છૂપો ટેલેન્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. જેમાં બે યુવકો ખુબ જ દેશી અંદાજમાં “મહાદેવા” ગીત ગાઈ રહ્યા છે, તેમના આ ગીત ગાવાનો અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો અને પ્રધાનમંત્રી મોદીજી પણ આ બંને યુવકોની પ્રસંશા કરતા પોતાને રોકી ના શક્યા.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે આ બંને યુવકો રોડના કિનારે ઉભા રહીને ના ફક્ત “મહાદેવા” ગીત ગાઈ ગાઈ રહ્યા છે, પરંતુ ગીત ગાતા ગાતા તેઓ શિવમય પણ થતા જોઈ શકાય છે. તેમના દિલમાંથી નીકળેલા આ આવાજને પ્રધાનસેવક નરેન્દ્ર મોદીએ પણ રીટ્વીટ કરીને બિરદાવ્યો હતો.

આ વીડિયોને ટ્વિટર ઉપર શેર કરવામાં આવ્યો છે. જેમાં બે છોકરાઓ એક હાથમાં દફાલી પકડી અને બીજો યુવક કોઈ વાદ્ય પકડી અને વાગડી રહ્યો છે. સાથે સાથે તે બંને “મહાદેવા” ગીત પણ ગાઈ રહ્યા છે. તેમના આ વીડિયોને જોનારા પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ બંને યુવકોનો વીડિયો પહેલા પણ શેર થયો હતો પરંતુ ત્યારે તેમને આટલી ઓળખ નહોતી મળી. પરંતુ હાલ પ્રધાનમનત્રી મોદીએ આ વીડિયોને રીટ્વીટ કરતા લખ્યું “બહુ જ સરસ” જેના કારણે બંને ભાઈઓ સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે.