એકે હાથ ઉપર લખ્યું “આશા” તો બીજાએ લખ્યું “તુલસી”, બાઈક ઉપર વીડિયો બનાવ્યા બાદ રેલવે આગળ કૂદીને બંને ભાઈઓએ આપી દીધો જીવ

ઘણા લોકો પ્રેમમાં નિષ્ફળ જતા જ પોતાનો જીવ પણ આપી દેતા હોય છે. આવા ઘણા કિસ્સાઓ પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે, સમાચારમાં પણ આવી ઘણી ઘટનાઓ જાણવા મળે છે ત્યારે આ દરમિયાન જ આપઘાત કરવાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના બૂંદીમાં બે યુવકોએ ટ્રેનની આગળ કૂદીને પોતાનો જીવ આપી દીધો હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધો છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે બંને કાકાના દીકરાઓ હતા. ગત સોમવારની સવારે તે બંનેના શબ ક્ષત-વિક્ષત હાલતમાં રેલવે ટ્રેક ઉપર મળ્યા.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંને શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. એક યુવકના હાથ ઉપર આશા તો બીજા યુવકના હાથ ઉપર તુલસી નામ લખ્યું હતું. શરૂઆતની તપાસમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે આ મામલો પ્રેમ પ્રસંગ સાથે જોડાયેલો છે, હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે.

આ સમગ્ર ઘટના બાદ પરિવારમાં માતમ છવાઈ ચુક્યો છે. બંનેએ આત્મહત્યા કરતા પહેલા પોતાના મોબાઈલમાં એક વીડિયો પણ બનાવ્યો હતો. જે ખુબ જ વાયરલ પણ થયો હતો. આ બંને યુવકોમાંથી એક અભ્યાસ કરતો હતો તો બીજો કોઈ દુકાન ઉપર કામ કરતો હતો. પોલીસ દ્વારા બંને યુવકોના પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેમના પરિવાર જનોને શબ સોંપી દીધા છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે બંને યુવકો મહેન્દ્ર અને દેવરાજ બાઈકથી ટ્રેક ઉપર ગયા, ત્યારબાદ બંનેએ ટ્રેનની આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી.  મહેન્દ્રની ઉંમર 22 વર્ષની હતી તો દેવેન્દ્રની ઉંમર 23 વર્ષની હતી. પોલીસ હવે પ્રેમિકા અને આપઘાતના કારણો શોધવામાં લાગી ગઈ છે.

બંને યુવકોની મોતના થોડા કલાક પહેલા જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.જેમાં યુવકો પ્રેમ પ્રસંગના કારણે રાજસ્થાની રસીયેના માધ્યમ દ્વારા રેલવેથી કપાઈને આપઘાત કરવાની વાત કરતા નજર આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તે બંનેએ કહ્યું હતું કે, “અમારી ઉપર મરવાનું માટેનું કોઈ જ દબાણ નથી. બસ જિંદગીમાં કઈ સારું નથી લાગતું,જેના કારણે મરવા જઈ રહ્યા છીએ. અમારા ગયા બાદ કોઈની સાથે લડતા પણ નહીં. નહિ તો અમારા આત્મા પણ દુ:ખી થશે. ઘરના લોકો પણ વધારે દુ:ખી ન થતા. શાંતિથી રહેજો. ક્યારેક તો અમારે જવાનું હતું.”

બંને ભાઈ બાઈક પર એજ કપડામાં નજર આવી રહ્યા છે, જે તેમને આપઘાત સમયે પહેરી રાખ્યા હતા સાથે જ વીડિયોમાં બંને યુવકો પાસેથી ટ્રેન પણ પસાર થઇ રહી હતી. જેના કારણે એ વાત પણ સાબિત થઇ શકે છે કે આ વીડિયો રવિવારની મોડી સાંજે રેલવે ટ્રેક પાસે બનાવવામાં આવ્યો હતો.

Niraj Patel