પાણી ઉપર પક્ષીઓની આવી રેસ આજ પહેલા જીવનમાં ક્યારેય નહિ જોઈ હોય, વીડિયો જોઈને દાંત નીચે આંગળીઓ દબાવી લેશો, જુઓ

સોશિયલ મીડિયામાં પ્રાણીઓ અને પક્ષીઓના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણીવાર આવા વીડિયોમાં તેમના એવા ટેલેન્ટ જોવા મળતા હોય છે જેને જોઈને અપને પણ શોક થઇ જઈએ. ઘણા પશુ પક્ષીઓ એટલા પ્રતિભાશાળી હોય છે કે તેમની પ્રતિભા માણસની કલ્પનાની બહાર હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને તમે પણ પોતાના દાંત નીચે આંગળીઓ દબાવી દેશો. કારણ કે આ વીડિયોની અંદર એક અજાયબી થતી જોવા મળી રહી છે, વાયરલ વીડિયોમાં પક્ષીઓ પાણી ઉપર દોડતા જોવા મળી રહ્યા છે, જે જોવું લોકો માટે કોઈ ચમત્કારથી કમ નથી. હવે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મોટું તળાવ અથવા નદી જેવું દેખાય છે, જેમાં ઘણા પક્ષીઓ છે. બે પક્ષીઓ પાણીમાંથી બહાર આવે છે અને પાણીની સપાટી પર ઝડપથી દોડવા લાગે છે. દોડતી વખતે આ બંને એકબીજાની બરાબર સમાન છે. બંને એક સાથે એટલા નજીક દોડી રહ્યા છે કે વીડિયોમાં એક પટ્ટી જોઈને એવું લાગે છે કે તે બે નહીં પરંતુ એક જ પક્ષી છે.

આ રીતે, બંને પાણી પર દોડતાં દૂર સુધી જાય છે. થોડી વાર પછી બંને પાણીમાં ડુબકી લગાવે છે. પાણી પર આ બંને પક્ષીઓની આ રમત જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. પાણીની સપાટી પર પક્ષીઓની રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો ટ્વિટર પર ફિગન નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

Niraj Patel