પ્રેમી અને પ્રેમિકાની જેમ રસ્તા વચ્ચે આ બે ઘો એકબીજાને ગળે મળી રહી હતી, અડધો કલાક સુધી લાગી ગયો ટ્રાફિક જામ, વીડિયો થયો વાયરલ

પ્રેમ ફક્ત માણસો જ નહિ પ્રાણીઓ પણ કરતા હોય છે. તમે ઘણીવાર માણસોને પ્રેમ કરતા જોયા હશે, પરંતુ શું તમે કોઈ પ્રાણીઓને રસ્તા વચ્ચે ઉભા રહીને પ્રેમ કરતા જોયા છે ? તમે ઘણા પ્રાણીઓને જોયા હશે, પરંતુ કોઈ બે વિશાળકાય ઘો રસ્તા વચ્ચે ઉભા રહીને એક બીજાને આલિંગન આપતા હોય એ દૃશ્ય કેવું લાગે ? અમે શરત લગાવીએ છીએ કે તમે આ પહેલાં ક્યારેય આવું જોયું નહિ હોય.

ઘણી વાર તમે રસ્તા પર ઉભા રહેલા કેટલાક લોકોને લડતા જોયા હશે, પરંતુ શું તમે બે મોનિટર લીઝર્ડને રસ્તા પર એકબીજા સાથે પ્રેમી અને પ્રેમિકાની જેમ ગળાડૂબ પ્રેમમાં ડૂબતી જોઈ છે? જો નહીં, તો ચાલો તમને એક ચોંકાવનારો વીડિયો બતાવીએ, જેમાં બે મોટી મોનિટર લીઝર્ડ સામસામે આવી ગઈ. તેમને જોઈને એવું લાગે છે કે જાહેર ટ્રાફિક જામમાં એકબીજાને આલિંગન આપીને તે એકમેકમાં ખોવાઈ ગઈ છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં બે મોનિટર લીઝર્ડ રસ્તાની વચ્ચે એકબીજાને ભેટતી જોઈ શકાય છે. તેમના કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામ પણ સર્જાઈ ગયો હતો. સ્થાનિક મીડિયા અનુસાર, ઘટનાસ્થળે હાજર ડ્રાઇવર કોટ થાનટપનએ કહ્યું, ‘તેનાથી બચવા માટે મારે મારી જાતને સમાયોજિત કરવી પડી. મને લાગ્યું કે તેઓ પહેલા બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ હતા, પરંતુ પછી કોઈએ કહ્યું કે તેઓ ખરેખર લડી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by NowThis (@nowthisnews)

આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે. ચોંકાવનારો વીડિયો જોયા બાદ એક યુઝરે કહ્યું, ‘મેં તરત જ તેમાંથી એક લીઝર્ડ પર જીતવા માટે દાવ લગાવ્યો હતો.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ વીડિયો વિશેની વિગતો જાણતા પહેલા મને ખબર હતી કે તે થાઈલેન્ડનો હશે. જ્યારે હું ત્યાં રહેતો હતો ત્યારે હું ઘણીવાર જોતો હતો.

Niraj Patel