વડોદરા : મેડિકલ કોલેજના 12 વિદ્યાર્થીઓ ગયા હતા પિકનિક મનાવવા, થયુ એવું કે એક યુવતી સહિત બેના મોત

હે રામ, પિક્નિકનો ઉત્સાહ ફેરવાય ગયો માતમમાં, બરોડા મેડિકલ કોલેજના 2 આશાસ્પદ તબીબ વિદ્યાર્થીના મોત

વડોદરાના સાવલીના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના કિનારે મેડિકલ કોલેજના વિદ્યાર્થિઓનું ગ્રુપ પિકનિક મનાવવા માટે ગયુ હતુ, અને આ ગ્રુપની એક યુવતી સહિત બેના મોત થયા છે. મહીસાગર નદીમાં આ મિત્રો નાહવા પડ્યા હતા. તે દરમિયાન ડૂબવાથી એક વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે.

Image source

વિદ્યાર્થીઓનાં ડૂબી જવાથી મોત નીપજતાં તેમનો પિક્નિકનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો. સિદ્ધિ નિમેશભાઇ શાહ અને અમોઘ ગોયલ સહિત કેટલાક વિદ્યાર્થીઓ નદીમાં નાહવા પડ્યા હતાં. જેમાં સિદ્ધિ અને અમોઘ સહિત ત્રણ નદીના ઊંડા પાણીમાં પહોંચી જતાં તણાઇ ગયાં અને બેના મોત નિપજ્યા હતા.

Image source

તણાતા વિદ્યાર્થીઓએ મદદ માટે બૂમ પાડી હતી અને ગામ્રીણો આ સાંભળી મદદ માટે પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા એકને બચાવી લેવામાં આવ્યો હતો અને સિદ્ધિ શાહ અને અમોઘ ગોયલ ઊંડા પાણીમાં ગરક થઇ જતાં લાપતા થઇ ગયાં હતાં. ત્યાર બાદ સ્થાનિક તરવૈયાઓએ ઘણી મહેનત બાદ તેમને બહાર કાઢ્યા અને તેમને 108 મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેઓનું મોત થઇ ગયુ હતુ. સિદ્ધિ અને અમોઘ બંને ન્યૂ મેડિકલ હોસ્ટેલમાં રહેતાં હતાં, તેઓ એમ.બી.બી.એસ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા અને તેમની મોતથી પિકનિકની ખુશી માતમમાં ફેરવાઇ ગઇ હતી.

Image source

આ ઘટનાની જાણ થતા જ સાવલી પોલિસ હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી અને મૃતદેહોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં ડૂબી જવાથી અનેક લોકોના મોત નીપજ્યાં છે. પ્રશાસન દ્વારા ઉંડા પાણીમાં ન જવાની સુચના પણ લગાવવામાં આવી છે. તેમ છતાં, લોકો નદીના ઉંડા પાણીમાં ઉતરે છે, અને મોતને ભેટતા હોય છે.

Image source

સાવલી પોલીસ મથકના અધિકારીએ તાજેતરમાં લાછનપુર પાસેથી પસાર થતી નદીમાં ડૂબી જવાની ઘટનાઓ અંગે કાર્યવાહી કરવા માટે મામલતદારને જાણ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

Shah Jina