દુનિયામાં ઘણા પ્રકારના મામલા સામે આવે છે. ઘણા મામલા વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ઘણું અસંભવ લાગે છે. અમુક ઘટનાઓ એવી હોય છે જ્યાં મનુષ્ય વિજ્ઞાન અને પ્યારમાં મળેલ દગાથી એક સાથે હેરાન થઈ જાય છે.
આજ પહેલાં તમે પણ વિચારશો કે ગર્ભાશયમાં એક વ્યક્તિમાંથી બે શુક્રાણુઓના ગર્ભાધાનને કારણે જોડિયા જન્મે છે. પરંતુ ચીનમાં એક એવો કિસ્સો સામે આવ્યો જેનાથી લોકોને આશ્ચર્ય થયું હતું. અહીંની એક સ્ત્રીમાંથી જોડિયાના બે પિતા બહાર આવ્યા છે. આ બાળકોના ડીએનએ રિપોર્ટ બાદ પતિને તેની પત્નીની બેવફાઈની ખબર પડી હતી.

હકીકતમાં ચીનમાં જોડિયા બાળકોનો એક અનોખો મામલો સામે આવ્યો છે. ચીની વ્યક્તિની પત્ની પ્રેગ્નન્ટ હતી અને તેણે બે બાળકોનો જન્મ થયો હતો.મહિલાએ બે સ્વસ્થ જોડિયા બાળકોને જન્મ આપ્યો. જોડિયા બાળકો થવા પણ અનોખુ લાગે છે. પરંતુ આવું ઘણા કેસમાં થાય છે.

પિતાએ બાળકોનું બર્થ સર્ટિફિકેટ બનાવતા સમયે ડોક્ટર પાસે તેનો ડીએનએ ટેસ્ટ કરાવવાની વાત કરી હતી. ત્યારબાદ બાળકોનો ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ ડીએનએ ટેસ્ટમાં ખુલાસો થયો તે ચોંકાવનારો હતો. જોડીયા બાળકોના પિતા બે નીકળ્યા હતા. એક બાળકનો તો ડીએનએ તેની સાથે મેચ કરતો હતો.

પરંતુ અન્ય બાળકનો ડીએનએ તે વ્યક્તિ સાથે મેચ થતો ના હતો. આ વાત પરથી તે વ્યક્તિને જાણ થઈ કે તેની પત્ની તેની સાથે દગો કરતી હતી અને તેના બાળકની સાથે અન્ય વ્યક્તિનું બાળક પણ ઉછરી રહ્યું હતું.

જ્યારેથી વ્યક્તિ સાથે આ ઘટના ઘટી ત્યારબાદ તેના હોશ ઉડી ગયા હતા. આ વ્યક્તિએ કહ્યું હતું કે, મને વિશ્વાસ હતો ન હતો કે મારી પત્ની મારી સાથે આવું કરી શકે છે. તેના અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ સંબંધ હોઈ શકે છે તે વાત મને માનવામાં આવતી નથી

ડેંગ યંજુ દ્વારા આ બાળકોનો ટેસ્ટ કરવામાં આવ્યું હતું. આ મામલે 1કરોડો માં 1 વાર જ સામે આવે છે. આ પ્રક્રિયાને લોકો સમક્ષ બતાવી હતી. ડેંગે જણાવ્યું કે આવું ત્યારે બને છે જ્યારે એક મહિલા 1 મહિનામાં બે ઈંડા રીલીઝ કરે છે.

આ બાદ આ મહિલા ઓછા સમયમાં બે અલગ-અલગ વ્યક્તિ સાથે સંબંધ બનાવે છે તો અલગ-અલગ ઈંડા બે અલગ-અલગ સ્પર્મ સાથે ફ્યુઝ થઇ જાય છે.

આ પ્રક્રિયાથી મહિલા જુડવા બાળકોને જન્મ આપે છે.પરંતુ બંનેના પિતા અલગ-અલગ હોય છે. આ પ્રક્રિયાને heteropaternal superfecundation કહેવાય છે.