જીવનશૈલી

અંબાણીના જુડવા બાળકોના નામ ઈશા અને આકાશ હોવા પાછળ છે આ રહસ્ય, જાણો

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ પોતાના જુડવા બાળકો દીકરી ઈશા અને દીકરા આકાશના લગ્ન કરાવીને હાલ ખૂબ જ ચર્ચાઓમાં છે. દીકરી ઈશા અંબાણીના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં અને દીકરા આકાશના લગ્ન 9 માર્ચે થયા છે. મુકેશ અંબાણીએ જ તેમના આ જુડવા બાળકોના નામ રાખ્યા હતા.

દેશના સૌથી ધનિક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના જુડવા બાળકો તેમના લગ્નના 7 વર્ષ પછી IVF દ્વારા અમેરિકામાં જન્મ્યા હતા. નીતા અંબાણીએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઈશા અને આકાશના જન્મ પહેલા તેઓ યુએસમાં હતા.મુકેશ અંબાણીને કામ અર્થે ભારત જવાનું થયું, અને ત્યાં તેમને ખબર મળી કે નીતા ક્યારેય પણ બાળકોને જન્મ આપી શકે છે. આ ખબર મળતા જ મુકેશ તેમની માતા અને એક ડોક્ટરને લઈને એક સ્પેશિયલ પ્લેન લઈને અમેરિકા જવા રવાના થાય છે. રસ્તામાં જ પાયલોટ મુકેશ અંબાણીને ખુશખબરી આપે છે કે તેમને બે બાળકો થયા છે, એક છોકરો અને એક છોકરી. જ્યારે મુકેશ નીતા પાસે પહોંચ્યા ત્યારે મુકેશે કહ્યું કે ‘આપણા બાળકોના નામ ઈશા અને આકાશ હશે. હું વિમાનમાં પહાડો પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે મને આ ખુશખબરી મળી એટલે મારી દીકરીનું નામ ઈશા હશે, જેનો અર્થ થાય છે ‘પહાડોની દેવી’, અને તેઓ આકાશમાં હતા એટલે તેથી દીકરાનું નામ આકાશ હશે.’ઈશાના લગ્ન આનંદ પિરામલ સાથે થયા છે, હાલ તે રિલાયન્સ જીયોની જવાબદારીઓ સંભાળી રહી છે. ઈશા રિલાયન્સની ટેલિકોમ અને રિટેલ કંપનીમાં ડિરેક્ટર છે.
ત્યારે આકાશ રિલાયન્સ જિયોના પ્રોડક્ટ હેડ ડિરેક્ટર છે. તે રિલાયન્સ રિટેલ બોર્ડના મેમ્બર પણ છે. આકાશએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સીટીમાંથી ઈકોનોમિકમાં સ્નાતક થયા છે. તેને ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.