અક્ષય કુમાર સાથે દીકરી ટ્વિંકલના લગ્ન કરાવવા માંગતી ન હતી ટ્વિંકલની મા, કારણકે અક્ષય ગે… જાણો વિગત

0

અક્ષય કુમારનો જન્મ 9 સપ્ટેમ્બર 1967માં થયો હતો. આજે તે પોતાનો 52મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. તેમનું બાળપણ દિલ્લીના ચાંદનીચોક વિતાવ્યું હતું. આજ સુધી આપણે અક્ષયને રોમેન્ટિક, એક્શન અને કોમેડિયન હીરોના રૂપમાં જોયો છે. પોતાની રિયલ લાઈફમાં અક્ષય એક જવાબદાર છોકરો, ભાઈ, પતિ અને પિતાના રૂપમાં જોવા મળે છે. તેમને વર્ષ 1991માં ફિલ્મ “સૌગંધથી” પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

Image Source

એક ઇન્ટરવ્યુમાં તેમને જણાવ્યું હતું કે તેઓ અને ટ્વિંકલ પહેલીવાર ફિલ્મફેરના એક ફોટોશૂટમાં મળ્યા હતા. અક્ષયને ટ્વિંકલ જોતાંની સાથે જ પસંદ આવી ગઈ હતી. ફિલ્મ ઇન્ટરનેશનલ ખિલાડીની શૂટિંગ વખતે તે બંને ઉપર પ્રેમનું ભૂત સવાર થયું હતું. એક ઇન્ટરવ્યુમાં ટ્વિંકલે જણાવ્યું હતું કે તેમને અક્ષયને ડેટ કરવાનું શરુ કર્યું તેના પહેલા તે એક લાંબા રિલેશનથી બહાર નીકળી હતી અને તે કોઈની સાથે થોડું ઇન્જોય કરવા માંગતી હતી.

Image Source

જ્યારે અક્ષયે ટ્વિંકલને લગ્ન માટે પૂછ્યું ત્યારે ટ્વિંકલની ફિલ્મ “મેલા” આવવાની હતી. ટ્વિંકલને અક્ષય સાથે શરત લગાવી કે આ ફિલ્મ ફ્લોપ ગઈ તો તે લગ્ન કરશે અને આ ફિલ્મ ફ્લોપ જ થઇ. આ ફિલ્મ ફ્લોપ જતા ટ્વિંકલે અક્ષયને લગ્ન કરવાની હા પાડી હતી પરંતુ ટ્વિંકલની મા ડિમ્પલને એક પત્રકારે એવું કીધું હતું કે અક્ષય ગે છે. પછી ટ્વિંકલની માતા આ લગ્ન માટે તૈયાર ન થઇ.

Image Source

તેના પછી અક્ષય અને ટ્વિંકલ એક વર્ષ સાથે રહ્યા અને પછી તેમને લગ્ન થયા. આ એક વર્ષમાં ટ્વિંકલે અક્ષયના પરિવારને કોને કઈ બીમારી છે અને કોનું કઈ બીમારીથી મૃત્યુ થયું આ બધા વિશેનો રેકોર્ડ જોયો હતો. ટ્વિંકલે જણાવ્યું હતું કે લગ્ન પહેલા તેમને અક્ષય સાથે લગ્ન ફાયદા અને નુક્શાનનું એક લિસ્ટ બનાવ્યું હતું. ટ્વિંકલની બેવાર સગાઈ થઇ છે અને બંને વાર અક્ષયની સાથે જ થઇ છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.