ફિલ્મી દુનિયા

શરમજનક: રિયા ચકવર્તીના સમર્થનમાં ઉતાર્યો આ દિગજ્જ સ્ટાર, કહ્યું કે એક છોકરીના બે ટુકડા કરી નાખ્યા, બ્લેડ ટીશર્ટથી થઈને તેના માંસ સુધી પહોંચી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યું છે જેમાં તેની પ્રેમિકા રિયા ચક્રવર્તી અને તેના ભાઈ સમેત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સમયે બોલીવુડના ઘણા લોકો રિયાના સમર્થનમાં આવી રહ્યા છે ત્યારે અક્ષય કુમારની પત્ની ટ્વીન્કલ ખન્ના પણ રિયા ચક્રવર્તીના સમર્થનમાં આગળ આવી છે.

Image Source

ટ્વીન્કલ ખન્નાએ આ મુદ્દે લખ્યું કે: “જેવી રીતે કોઈ જાદુગર દર્શકોનું મનોરંજન કરવા માટે અલગ અલગ રીતો અપનાવે છે તેવી જ રીતે મીડિયા એન્કર અલગ અલગ વાતોથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે. તેમની વાતોમાં કોઈ સત્ય નથી.”

Image Source

આગળ ટ્વિન્કલે લખ્યું કે: “તેમને એક જવાન છોકરીને લીધી અને તેના બે ટુકડા કરી નાખ્યા. તેને ટીશર્ટ ઉપરથી કાપી જેમાં લખ્યું હતું: “Roses are red, violets are blue, let’s smash the patriarchy, me and you” બ્લેડ તેમના શરીરના માંસ સુધી પહોંચી,

લાખોની સંખ્યામાં લાઈવ ઓડિયન્સની સામે તેમની પોતાની જિંદગી સુકાઈ ચુકી હતી.  હું જાણવા માંગુ છું કે કેમેરો બંધ થયા બાદ આ જાદુગર પોતાને શું કહેતા હશે? મહિને 1.3 બિલિયન લોકોને મનોરંજન આપવા માટે એક માણસનું જીવન દાવ ઉપર લગાવી દે છે.”

Image Source

ટ્વીન્કલના જણાવ્યા પ્રમાણે મીડિયાએ રિયાને લઈને કોઈ સત્ય વિના જ એવી ખબર ચલાવી છે જે લોકોના દિમાગમાં અભિનેત્રીને લઈને ખરાબ છાપ છોડી રહી છે.

રિપોર્ટ્સ પ્રમાણે રિયાએ હાલમાં જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને જણાવ્યું કે સુશાંતને ડ્રગ્સ સાથે એક ટોપના ફિલ્મ મેકરે રૂબરૂ કરાવ્યો હતો. જોકે, આ ફિલ્મ મેકરનું નામ હજુ સુધી સામે નથી આવ્યું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.