મનોરંજન

ચપ્પલ શોધવાની સાથે થઇ ટ્વીન્કલ ખન્નાની સવારની શરૂઆત, વિડીયો શેર કરીને દીકરીની કરી ફરિયાદ

બૉલીવુડ અભિનેત્રી ટવિંકલ ટ્વીન્કલ ખન્ના ભલે ફિલ્મોથી દુર હોય પણ તે કોઈને કોઈ કારણથી ચર્ચામાં આવી જ જાય છે. ટ્વીન્કલ મોટાભાગે સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે અને લાઇમલાઇટમાં આવી જ જાય છે. ટ્વીન્કલ ખન્ના પતિ અક્ષય કુમાર અને બંને બાળકો સાથે પોતાના આલીશાન આશીયાનામાં જ રહે છે અને સ્પેશિયલ ક્ષણ પણ શેર કરતી રહી છે.

Image Source

અમુક દિવસો પહેલા જ ટ્વિન્કલે પોતાની મેકઅપ વાળી સેલ્ફી શેર કરી હતી જેમાં તેના ચેહરા પર વધુ પડતો જ મેકઅપ દેખાઈ રહ્યો હતો, જો કે તસ્વીર શેર કરીને ટ્વિન્કલે એ પણ ખુલાસો કર્યો હતો કે તેને આવો મેકઅપ તેની દીકરી નિતારાએ કર્યો છે.

Image Source

તેની પહેલા પણ ટ્વિન્કલે જણાવ્યું હતું કે નિતારા હાલ માત્ર સાત જ વર્ષની છે પણ તે ખુબ પરેશાન કરે છે અને ખુબ ધમાલ-મસ્તી કરે છે. જેની સાબીતિ ટ્વિન્કલે એક વિડીયો શેર કરીને આપી હતી. નિતારાએ ટ્વીન્કલનું ચપ્પલ રમતા-રમતા ખોઈ નાખ્યું હતું, જેને લીધે ટ્વીન્કલને સવાર સવારમાં પોતાનું ચપ્પલ શોધવું પડ્યું અને તેની સવાર ચપ્પલ શોધવા સાથે જ થઇ. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે નિતારાએ ટ્વીન્કલનું ચપ્પલ ઉપર અભરાઈમાં ફેંકી દીધું છે.

Image Source

ટ્વિન્કલે વિડીયો શેર કરીને લખ્યું કે,” મને નથી ખબર કે બીજી માતાઓ પોતાના બાળકોને કેવી રીતે સાંભળી રહી પણ હું તો હાર માની ચુકી છું. મારી દીકરીએ ભૂલથી ચપ્પલ લાઈટની જગ્યા પર ફેંકી દીધું છે. સ્પષ્ટ વાત એ છે કે તમારે કોઈ મોટી સમસ્યા આવવાની ચિંતા કરવાની જરૂર નથી, જયારે તમારા ઘરમાં જ એક મોટી આપત્તિ ફરી રહી હોય”.

Image Source

ટ્વીન્કલના આવા કેપશનથી એ સ્પષ્ટ છે કે નિતારા પણ અન્ય બાળકોની જેમ ખુબ જ ધમાલ-મસ્તી કરે છે. તેની પહેલા પણ ટ્વિન્કલે નિતારા અને અક્ષય કુમારનો એક વિડીયો શેર કર્યો હતો જેમાં બંને વ્યાયામ કરતા દેખાઈ રહયા હતા.

Image Source

ટ્વિન્કલે વીડિયોની સાથે લખ્યું કે,”મેં વિચાર્યું ન હતું કે અક્ષય નિતારાને આટલી વ્યસ્ત રાખશે તો હું મારા પુસ્તક પર કામ કરી લઇશ, પણ મારા મનમાં ફરી રહેલા લોકો પુસ્તકના કિરદાર મારી સાથે ત્યાં સુધી વાત નથી કરતા જ્યા સુધી જે લોકો સાથે હું રહુ છું તે વાતચીતમાં મશગુલ હોય. મારી આગળની રાઇટિંગ સ્પોટ બાથરૂમ છે”. જણાવી દઈએ કે ટ્વીન્કલ એક અભિનેત્રી હોવાની સાથે સાથે લેખક, ઇન્ટિરિયર ડિઝાઈનર અને પ્રોડ્યુસર પણ છે.

જુઓ નિતારાનો વિડીયો….

 

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.