મનોરંજન

અક્ષય કુમારની 7 વર્ષની દીકરી બની મોટી આર્ટિસ્ટ, ટ્વીન્કલ ખન્ના માટે આવડું મોટું કામ કરી દીધું

લોકડાઉનને લીધે સામાન્ય જનતાની સાથે સાથે બૉલીવુડ કિરદારો પણ પોતાના પરિવાર સાથે રહીને સમય વિતાવી રહ્યા છે. ઘરમાં રહીને કલાકારો સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે પણ જોડાયેલા રહે છે અને પોતાની રોજિંદી અપડેટ આપતા રહે છે. કોઈ પોતાની પહેલાની યાદો તાજા કરી રહ્યા છે તો કોઈ ઘરના કામો શીખી રહ્યા છે. એવામાં બોલીવુડના ખિલાડી અક્ષય કુમારની દીકરી નિતારાએ એવું કંઈક કામ કર્યું કે જે સોશિયલ મીડિયા પર ચર્ચિત થઇ ગયું.

Image Source

અભિનેત્રી અને અક્ષય કુમારની પત્ની ટ્વીન્કલ ખન્નાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે. જેમાં ટ્વીન્કલ એકદમ અલગ જ નવા રૂપમાં દેખાઈ રહી છે. તેના ચેહરા પર વધારે પડતો જ મેકઅપ દેખાઈ રહ્યો છે, અને તેના ગાલ પણ મેકઅપથી એકદમ લાલ ચોળ દેખાઈ રહ્યા છે અને તેની આઈબ્રો પણ એકદમ ઘાટા કલરની દેખાઈ રહી છે.

Image Source

તસ્વીરને શેર કરતા ટ્વીન્કલએ ખુલાસો કર્યો કે તેનો આવો મેકઅપ તેની દીકરી નિતારાએ કર્યો છે. ટ્વિન્કલે કેપ્શ્નમાં લખ્યું કે,”નાની એ મને ખુબ સારો મેકઓવર આપ્યો છે.” આ સિવાય તેણે પોતાના મેકઅપ આર્ટિસ્ટ નમ્રતા સોનીને ટેગ કરતા લખ્યું કે,”આ જુઓ,તમને ખુબ મોટી ટક્કર મળવાની છે.”

Image Source

ટ્વીન્કલની આ તસ્વીર પર અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપએ પણ કમેન્ટ કરતા લખ્યું કે, “મજા છે, બાળકોનો સૌથી સારો કેનવાસ ચહેરો જ હોય છે. તેના રિપ્લાઈમાં ટ્વિન્કલે કહ્યું કે,”આ ગરીબ કેનવાસની હત્યા કરવામાં આવી રહી છે.” તસ્વીર પર સંદીપ ખોસલા, સોનાલી બેન્દ્રેએ પણ પ્રતિક્રિયા આપી હતી.

Image Source

જણાવી દઈએ કે હંમેશા લાઇમલાઇટમાં રહેતા અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્ના પોતાના બંને બાળકોને મીડિયાથી દૂર રાખવાનું પસંદ કરે છે. જો કે તેઓ અમુક વાર બાળકો સાથે તસ્વીરો શેર કરતા રહે છે. ફિલ્મોમાં વ્યસ્ત રહેતા અક્ષય કુમાર પોતાના બાળકો સાથે સમય વિતાવવાનું બિલકુલ પણ ચુકતા નથી.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.