મનોરંજન

“હિજાબ પુરુષોને ઉત્તેજિત કરવાથી રોકે છે” હિજાબ મુદ્દે ટ્વિંકલ ખન્નાએ કહી એવી વાત કે સાંભળવા વાળાને લાગશે મરચાં

કર્ણાટકમાં હિજાબનો વિવાદ ફાટી નીકળ્યા બાદ અન્ય રાજ્યોમાં પણ આ મામલો ગરમાયો હતો. ત્યારે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરવા અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે મજાકમાં પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે. બોલિવૂડ ફિલ્મોથી દૂર રહી ચૂકેલી ટ્વિંકલ ખન્ના લેખન ક્ષેત્રે સક્રિય છે. ટ્વિટર પર પણ તે સતત તાજેતરના મુદ્દાઓ પર ખુલીને પોતાની વાત રાખે છે. હવે તેણે હિજાબ વિવાદ પર તેની મજેદાર શૈલીથી કટાક્ષ કર્યો.

ટ્વિંકલે એક અખબારમાં પોતાની કોલમમાં લખ્યું છે કે મહિલાઓને શું પહેરવું તે પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ. ટ્વિંકલે એમ પણ કહ્યું કે તે કોઈપણ પ્રકારની સ્ક્રીનને સપોર્ટ કરતી નથી. ટ્વિંકલ કહે છે કે તેણે હિજાબના બચાવમાં કેટલાક ધાર્મિક નેતાઓને સાંભળ્યા હતા, જે સાંભળીને તે પોતાની જાતને હસવાથી રોકી શકી ન હતી. આ વિવાદ પર પોતાની રાય જાહેર કરતા ટ્વિંકલ ખન્નાએ કહ્યુ કે, બુરખો, હિજાબ અને અહીં સુધી કે ઘુંઘટે પણ કોઇના કોઇ રીતે ધાર્મિક અને સાંસ્કૃતિક નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યુ છે.

જો કે, હું કોઇ પણ રીતના પડદાની હિમાયતી નથી. પરંતુ આ નિર્ણય માત્ર મહિલાઓને લેવો જોઇએ. તે પણ કોઇના દબાણ કે ધમકીમાં આવ્યા વગર…હિજાબ કેવી રીતે પુરુષોને લલચાવતા અટકાવે છે તે વિશે કેટલાક ધર્મગુરુઓને વાત કરતા સાંભળીને મને હસવું આવ્યું. ટ્વિંકલ ખન્નાએ આગળ લખ્યું કે, ‘આ બધા ભાઈઓએ બોલવાનું બંધ કરવું જોઈએ અને સ્ટેન્ડ-અપ કોમેડિયનને વાત કરવા દેવી જોઈએ. બહુ ઓછા પુરુષો સ્ત્રીના માથાને ઇરોજેનસ ઝોન માને છે.

શું તમને કોઈ ડેટ નાઇટ યાદ છે જ્યાં તમારા પતિ અથવા તમારા બોયફ્રેન્ડ કહેતા હોય કે ‘વાહ તારુ માથુ આજે ખૂબ જ હોટ દેખાઇ રહ્યુ છે’? ‘ઓહ થેન્ક યુ ડાર્લિંગ, હું તેને આકારમાં રાખવાનો પ્રયત્ન કરીશ અને તેની સુંદરતાને કોઈ નુકસાન નહીં થવા દઉં.’ તમને જણાવી દઈએ કે હિજાબ વિવાદ આ વર્ષે કર્ણાટકથી શરૂ થયો હતો, જ્યારે ઉડુપીમાં મુસ્લિમ છોકરીઓ કોર્ટમાં પહોંચી હતી કે હિજાબના કારણે તેમને કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna)

ત્યાં, તેમણે શાંતિ, સંવાદિતા અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડતા કોઈપણ કપડાં પર પ્રતિબંધ મૂકતો આદેશ રદ કરવાની માંગ કરી હતી. આ પછી કોલેજમાં ભારે હંગામો મચી ગયો હતો. ટ્વિંકલ ખન્નાએ રશિયા-યુક્રેન વિવાદ પર પણ પોતાનો અભિપ્રાય આપ્યો અને વ્લાદિમીર ઝેલેન્સકીના વખાણ કર્યા. તેણે લખ્યું, ‘આખરે ભૂતપૂર્વ જાસૂસ પુતિનની વ્યૂહરચના નહીં, પરંતુ ઝેલિન્સ્કીના કારણે વિશ્વ યુક્રેનના પક્ષમાં થઈ ગયું.’