મનોરંજન

ખુલ્લેઆમ ટ્વિંકલ ખન્નાની સાથે મળીને અક્ષય કુમારે કરી હતી આવી હરકત, પોલીસે કરી હતી ધડપકડ- જાણો બધી જ વિગતો

વર્ષ 1991માં “સૌગંધ” ફિલ્મથી પોતાનું બોલિવૂડ કરિયરની શરૂઆત કરવાવાળા અક્ષય કુમાર આજે પોતાનો 52મો  જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 9 સપ્ટેમ્બર 1967ના રોજ થયો હતો. તેમનું નામ ફોર્બ્સની સૌથી વધારે કમાણી કરનાર લિસ્ટમાં ચોથા નંબરે છે. તેમના ચાહકો તેમની ફિલ્મની રાહ જોતા હોય છે. તેમને છેલ્લા કેટલાક સમયથી દેશ ભક્તિ તરફનો રસ્તો પકડ્યો છે. તેમની ફિલ્મો લોકોને ખુબ જ પસંદ આવે છે. પરંતુ તેમને જીવનમાં એક એવો સમય પણ આવ્યો હતો જયારે તેમને પોલીસ પકડીને લઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

#MondayBlues 💙

A post shared by Akshay Kumar (@akshaykumar) on

આ વાત 2009ની છે જયારે અક્ષય કુમારને લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરવા માટે આમંત્રણ મળ્યું હતું. આ આમંત્રણ પર તેઓ તેમની પત્ની સાથે ત્યાં પહોંચ્યા હતા. આ રેમ્પ વોકમાં તેઓ જીન્સ અને ટીશર્ટ પહેરીને આવ્યા હતા, તેઓ અચાનક રેમ્પ વોક છોડીને તેમની પત્ની ટ્વિંકલ ખન્ના પાસે ગયા અને તેને જીન્સનું બટન ખોલવાનું કહ્યું.

Image Source

ટ્વિંકલે તેમની વાત માનીને તેમની જીન્સનું બટન ખોલ નાખ્યું હતું અને પછી અક્ષય ખુલ્લા બટને રેમ્પ પર ચાલવા લાગ્યા હતા. આવું કરવું અક્ષય અને તેમની પત્ની ટ્વિંકલ ખન્નાને ખુબ જ ભારે પડ્યું, આ વાતને લઈને ખુબ જ વિવાદો થયા અને આ બંનેનો ખુબ જ વિરોધ થવા લાગ્યો હતો. આ બંનેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો અને અક્ષય કુમારને જેલમાં જવું પડ્યું. તેમને આ કેસમાં જામીન તો તરત જ મળી ગઈ હતી.

Image Source

વર્ષ 2015માં પંજાબમાં શ્રી ગુરુગ્રંથ સાથે બીજા કેટલાક ગ્રંથોનું અપમાન થયું હતું, તેના પછી ત્યાં હિંસાનો માહોલ બન્યો હતો. લોકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું અને તે સમયે બહિબલ કલામાં પોલીસ ફાયરિંગથી કેટલાક લોકોની મોત થઇ ગઈ હતી. આ વિવાદમાં અક્ષય કુમારનું નામ પણ સામે આવ્યું હતું. કેપ્ટન અમરિન્દર સિંહની સરકારે આ ઘટના અને ફાયરિંગની તપાસ માટે જસ્ટિસ રણજિત સિંહ કમિશનની રચના કરી હતી.

 

View this post on Instagram

 

Do what you love and you’ll never have a problem with Monday 👊🏻 #MondayMotivation

A post shared by Akshay Kumar (@akshaykumar) on

કમિશને કેટલાક મોટા નેતાઓની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા, તે સમયે ડેરા સાચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ પર હિંસા કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારે એવું કહેવામાં આવે છે કે અક્ષય કુમારે રામ રહીમ સિંહને માફી અપાવવા મધ્યસ્થીનું કામ કર્યું હતું. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે અક્ષય કુમારે પોતાના ઘરે સુખબીર બાદલ અને બીજા કેટલાક લોકોની સાથે બેઠક કરી હતી.

 

View this post on Instagram

 

👓

A post shared by Akshay Kumar (@akshaykumar) on

તેમના કરિયરની વાત કરીએ તો હાલમાં તેમની ફિલ્મ મિશન મંગલ આવી છે તેને બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી હતી. હાલમાં તે સૌથી વ્યસ્થ અભિનેતા છે. આ ફિલ્મ તેમની સાથે વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિન્હા વગેરે મુખ્ય ભૂમિકામાં હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks