જોડિયા બહેનોએ જોડિયા ભાઈઓ સાથે કર્યા લગ્ન, હવે બન્નેના બાળકોને જોઈને આખી દુનિયા થઈ હેરાન

આપણું વિશ્વ અનેક રહસ્યોથી ભરેલુ છે. રોજે રોજ એવી ઘટનાઓ બનતી રહે છે જેને જોઈને આપણે વિચારમાં પડી જઈએ છીએ. કેટલીક ઘટનાઓ તો એવી હોય છે કે આપણે લાગે કે આ કેવી રીતે શક્ય છે. હવે આજે અમે જે કિસ્સા વિશે વાત કરવાના છીએ તેને જાણીને તમે પણ મોઢામાં આંગળા નાખી જશો. કારણ કે આવી ઘટના વિશ્વમાં ભાગ્યે જ બનતી હોય છે.

અમે જે ઘટના વિશે વાત કરી રહ્યા છીએ તે એમ છે કે, બે જોડિયા બહેનોએ એક સરખા દેખાતા બે ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા. હવે જ્યારે તેમને બાળકો થયા ત્યારે તે પણ બન્ને એક જ સરખા લાગી રહ્યા છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો આશ્ચર્યમાં પડી ગયા છે.

એક રિપોર્ટ પ્રમાણે આ બન્ને બહેનો અમેરિકાની રહેવાશી છે. આ બન્ને બહેનોએ લગ્ન પણ જુડવા ભાઈઓ સાથે કર્યા. તે બન્ને ભાઈઓ પણ એક સરખા જ દેખાતા હતા. હવે બન્યુ એવું કે લગ્ન બાદ બન્ને બહેનો એક સાથે પ્રેગ્નન્ટ થઈ ત્યારે સમગ્ર ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. પછી જ્યારે બન્ને બહેનોને ત્યાં બાળકોનો જન્મ થયો ત્યારે બધા હેરાન રહી ગયા. કારણ કે બન્ને બાળકો સેમ ટૂ સેમ લાગી રહ્યા હતા.

હવે આ આખો પરિવાર એક ટ્વિન ફેમિલી બની ગયો છે. તમને જણાવી દઈએ કે આ બન્ને બહેનો 34 વર્ષની છે. જેમા એકનું નામ બ્રિટની અને બીજીનું નામ બ્રિયાના છે. આ બન્ને બહેનો હાલમાં અમેરિકાના વર્જેનિયામાં રહે છે. આ બન્ને બહેનો દેખાવમાં એક બીજાની કાર્બન કોપી લાગે છે. આ ઉપરાંત હેરાનીની વાત એમ પણ છે કે બન્ને બહેનોની પંસદ અને નાપસંદ પણ એક સરખી જ છે. બન્ને બહેનો કામ પણ એક સરખુ જ કરે છે.

નોંધનિય છે કે આ બન્ને બહેનો લો ફર્માંમાં વકીલ તરીકે ફરજ બજાવે છે. આ બન્ને બહેનો વર્ષ 2018માં ટ્વિંસબર્ગમાં એક મેળામાં ગઈ હતી. ત્યારે અચાનક તેમની મુલાકાત એક જેવા દેખાતા બે ભાઈઓ સાથે થઈ ગઈ. ત્યારબાદ આ બન્ને બહેનોએ તે બન્ને ભાઈઓ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.

આ બન્ને ભાઈઓના નામ જોશ અને જેર્મી છે. થોડા સમય માટે એક બીજાને સારી રીતે સમજવા માટે ડેટ કરી અને ત્યારબાદ લગ્ન કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ બન્ને બહેનોને ત્યા જ્યારે બાળકોના જન્મ થયા ત્યારે તે બાળકો પણ હમશકલ જેવા લાગી રહ્યા છે. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે કેટલાક લોકો આ બન્ને બાળકોને જુડવા માની રહ્યા છે. હવે તમે પણ જ્યારે આ બન્ને બાળકોને જોશો તો તમને પણ એમ લાગશે કે આ બન્ને બાળકો એક જ માતા પિતાના સંતાન છે અને જૂડવા છે.

YC