2 જુડવા બહેનોએ કર્યા 2 જુડવા ભાઇઓ સાથે લગ્ન, લગ્ન પછી પણ રહે છે બધા સાથે, એકસાથે થઇ પ્રેગ્નેટ અને આપ્યો દીકરાને જન્મ

સલમાન ખાનની ફિલ્મ “જુડવા” તો તમે બધાએ જોઇ જ હશે ને. આ ફિલ્મમાં જુડવા ભાઇઓની કહાની છે, જે એકબીજાથી વિશેષ રીતે કનેક્ટ હોય છે. એટલે કે બંનેમાંથી એકને જયારે ઇજા પહોંચે તો દર્દ બીજાને પણ થાય છે. એકને ભૂખ લાગે તો બીજાને પણ લાગે છે. આવી જ એક ફિલ્મ જેવી કહાની છે જુડવા ભાઇ-બહેનોની.

એક ટીવી શો દરમિયાન જુડવા બહેનો બ્રિયાના અને બ્રિટનીએ તેમની હેપ્પી લાઇફ વિશે જણાવ્યુ. બ્રિયાનાએ કહ્યુ કે, જયારે અમે બંને સિંગલ હતા ત્યારે આ વાતોને કઇ સમજતુ ન હતુ પરંતુ અમારુ સપનુ હતુ કે અમે બંને બહેનો અમારા જેવા જુડવા ભાઇઓ સાથે જ લગ્ન કરશે.

એ સમયે ઘણો તણાવ હતો કે જો એક જ છોકરા સાથે બંનેને પ્રેમ થઇ ગયો તો, તેમનું સપનુ તૂટી જશે. એટલા જયારે તે જુડવા ભાઇઓ જેરેમી અને જોશ સાલિયર્સને મળી તો તે બંનેને એવું લાગ્યુ કે તેમને કંઇ ખાસ મળી ગયુ હોય. બંને બહેનોએ જુડવા ભાઇ સાથે લગ્ન કરી લીધા.

બ્રિયાનાના લગ્ન જેરેમી સાથે થયા અને બ્રિટનીના લગ્ન જોશ સાથે. ટીવી શોમાં બંને બહેનોએ જણાવ્યુ કે, તે એક છત નીચે રહીને કેવુ મહેસૂસ કરે છે. હાલમા જ એક જ વ્યક્તિ સાથે લગ્ન કરનાપ અમેરિકી જુડવા બહેનો અન્ના અને લુસીની જેમ આ બહેનો પણ એક જ જેવા કપડા પહેરે છે.

બ્રિટનીનું કહેવુ છે કે, કદાચ તે બંનેના વિચાર એક જેવા છે, તે માટે તેમની વધારે ગતિવિધિઓ એક સમાન છે. એટલું જ નહિ બંને બહેનો તેમના બે બાળકો બ્રિટની અને જોશનો પાંચ મહિનાનો દીકરો જેટ અને બ્રિયાના અને જેરેમીનો એક મહિનાનો દીકરો જેક્સની પરવરિશ પણ એક જ જેમ કરી રહી છે.

બ્રિટની અને બ્રિયાનાએ એક એપિસોડ દરમિયાન જણાવ્યુ હતુ કે તેમણે એકબીજાન બાળકોને સ્તનપાન પણ કરાવ્યુ છે. બંને બહેનોનું માનવુ છે કે, તે એકબીજા વગર અસહજ મહેસૂસ કરે છે.

હાલમાં જ એક એપિસોડ દરમિયાન બ્રિટની અને જોશે પહેલી બ્રિયાના અને જેરેમી વગર એકલા ડિનર ડેટ પર જવાનુ નક્કી કર્યુ. આ અનુભવને લઇને બ્રિટનીએ કહ્યુ કે, બ્રિયાના વગર હં થોડુ અસુરક્ષિત મહેસૂસ કરુ છુ.

Shah Jina