ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, તેમાં પણ ખાસ કરીને નાની ઉંમરના બાળકો અને યુવાનો આપઘાત કરી રહ્યા છે, ત્યારે હાલ એક એવી જ ચોંકાવનારી ઘટના વડોદરામાંથી સામે આવી છે, જ્યાં બે જોડિયા ભાઈઓએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચારી મચી ગઈ છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલ શાંતનું એપાર્ટમેન્ટમાં રહેલા બે જોડિયા ભાઈઓએ અગમ્ય કારણોસર સોમવારે મોડી સાંજે આપઘાત કરી લેતા એકનું મૃત્યુ થયું હતું જ્યારે બીજા ભાઈની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે બન્ને જોડિયા ભાઈઓ ધોરણ 12 સાયન્સમાં ભણતા હતા અને આગામી બે દિવસ બાદ બન્ને ભાઈઓની પરીક્ષા હતી.
ઘટના અંગે જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક રિપોર્ટ અનુસાર પરીક્ષાના ડરથી આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બંને જોડિયા ભાઈઓ હાલ ધોરણ 12 સાયન્સમાં ભણતાં હતાં. બે દિવસ બાદ બંનેની પરીક્ષા હતી. જેના કારણે પોતાના ઘરે ગઈ કાલે સાંજે સ્ટડી રૂમમાં એક જ પંખે એક સાથે ગળે ટુંપો ખાધો હતો. તપાસમાં બંને બાળકોના માતા-પિતા શિક્ષક હોવાનું ખુલ્યું છે.