ખબર

અમદાવાદ હિટ એન્ડ રનમાં જોડિયા બાળકોનાં મોત, હૈયાફાટ રૂદન માતાએ આક્ષેપ કર્યો કે 108 એમ્બ્યુલન્સ…

ગુજરાતમાં દિવસેને દિવસે સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગત રાતે જ અમદાવાદમાં એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે નારોલ વિસ્તારમાં આવેલા ખોડિયાર મંદિર નજીક હિટ એન્ડ રનની ઘટનામાં જોડિયા ભાઈઓએ જીવ ગુમાવ્યો છે. લાંભા ગામમાં રહેતા એક પરિવારના 10 વર્ષના લવ અને કુશ તેની માતા સાથે લાંભા ગામ પાસેથી જઈ રહ્યા હતા. ત્યારે દરમિયાન એક બાઈક સવાર ફૂલ સ્પીડે આવીને બન્ને બાળકોને કચરીને ફરાર થઇ ગયો હતો. બન્ને ભાઈઓને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બન્ને ભાઈઓના મોત નિપજ્યા હતા.

જયારે માતાને પણ ઇજા થઇ હતી. નજરે જોનાર લોકોએ જણાવતું હતું કે, બાઈક ચાલકને પણ ઇજા થઇ હતી. લોકોએ બાઇકચાલકને પકડવા પીછો કર્યો હતો. પરંતુ તે નાસી છૂટ્યો હતો. આ અંગે નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હતભાગીઓના માતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અકસ્માત પછી 108ને ફોન કર્યો હતો. પરંતુ તે પણ 20થી 25 મિનિટ સુધી આવી ના હતી. તો પોલીસ પણસમયસર પહોંચી ના હતી. આ ઘટના બાદ માતા બેભાન થઇ ગઈ હતી.

મૃતકોના પિતા ઘનશ્યામ ભાઈ રાજસ્થાનના વતની છે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. ગઈ કાલે અગિયારસ હોય સોસાયટીમાં હવન અને જમણવાર રાખ્યો હતો. પરંતુ આ અકસ્માતની જાણ થતા માહોલ ગમગીન થઇ ગયો હતો.
જણાવી દઈએ કે, લવ અને કુશ ઇસનપુરની ઇન્દ્રમણિ સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા હતા. મૃતકના કાકા રોનક ઇનામીએ જણાવ્યું હતું કે પોલીસ પણ સમયસર આવી નહોતી અને 108 પણ સમયસર આવી નહોતી. પોલીસ હજુ પણ ઘટનાસ્થળે કે હોસ્પિટલે પહોંચી નથી. બાળકોના માતા ભાવના બહેન પણ આ ઘટના બાદ બેભાન છે.