ફિલ્મી દુનિયા

‘Twilight’ ફેમ એક્ટર તેની ગર્લફ્રેન્ડ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા, જાણો વિગત

વર્ષ 2008માં આવેલી હોલિવૂડની ફિલ્મ ટ્વિલાઈટથી ફેમસ થયેલા એક્ટર ગ્રેગરી ટાયરેની નિધન થઇ ગયું છે. ઇન્ડસ્ટ્રીમાં ગ્રેગના નામથી ફેમસ ગ્રેગરી લાસ વેગાસ સ્થિત એપાર્ટમેન્ટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો. ગ્રેગરી સાથે તેની ગર્લફ્રેન્ડ નતાલી પણ મૃત મળી આવી. ગ્રેગરી માત્ર 30 વર્ષના હતા અને તેની ગર્લફ્રેન્ડ નતાલીની ઉંમર 27 વર્ષ હતી.

Image Source

આ ખબરના સામે આવ્યા બાદ હોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર લોકોએ એમને શ્રદ્ધાંજલિ આપી અને એમની આત્માની શાંતિની કામના કરી.

અહેવાલો અનુસાર, ગ્રેગરી અને નતાલી 13 મેની સાંજે એમના એપાર્ટમેન્ટમાં મૃત મળી આવ્યા. મોતના કારણ પર હજુ ખુલાસો નથી થયો અને પોલીસ તપાસમાં લાગી ચુકી છે. એમના મોતને બે અઠવાડિયાથી વધુ સમય વીતી ચુક્યો છે.

Image Source

કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઘટના સ્થળે એક અજ્ઞાત સફેદ પાવડર જેવો કોઈ પદાર્થ મળ્યો છે, પણ આ વાતની પુષ્ટિ પણ હજુ સુધી નથી થઇ. જાણકારી અનુસાર, પોલીસને આ ઘટના વિશે ત્યારે જાણ થઇ જયારે ગ્રેગરીનો એક કઝીન એને શોધતો શોધતો ત્યાં પહોંચ્યો. જ્યા એને બંને મૃત અવસ્થામાં મળી આવ્યા. પોલીસ મૃત્યુ સહિત અન્ય પાસાઓની તપાસ કરી રહી છે. ઘણા રિપોર્ટ્સમાં કહેવાય છે કે આ ઘટના અપરાધિક ન હતી.

જણાવી દઈએ કે ગ્રેગરીએ ટ્વિલાઈટમાં મહત્વનો રોલ ભજવ્યો હતો. એ આ ફિલ્મમાં બેલા સ્વાનના ક્લાસમેટ ટાયલર ક્રાઉલીના રોલમાં હતા. આ રોલથી તેને ઘણી પ્રસિદ્ધિ મળી હતી.

Image Source

અહેવાલો અનુસાર, ગ્રેગરી પોતાની મા સાથે રહેવા માટે લાસ વેગાસમાં શિફ્ટ થઇ ગયા હતા. એક્ટિંગ સાથે જોડાયેલા કામો માટે અને પોતાની દીકરીને જોવા માટે લોસ એન્જેલસ આવતા-જતા રહેતા હતા. ગ્રેગરીની એક 10 વર્ષની દીકરી અલાયા પણ છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.