લેખકની કલમે

દેશના સાચા નાગરિક તરીકે તમને શું લાગે છે કે કેજરીવાલ સાહેબની આ કોમેન્ટ કેટલી વ્યાજબી છે?

અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે, તેને આઈઆઈટી ખડકપુરમાથી ગ્રેજ્યુએશન કરેલુ છે અને ભારત સરકારના ઈન્કમટેકસ વિભાગમા, આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવેલી છે. ભારતના લંલાટે લોકશાહીની લકીર કોતરાણેલી છે, એટલે આજે ભારતનો કોઈ પણ નાગરિક સ્વતંત્ર રીતે પોતાનુ જીવન જીવી શકે છે.

અરવિંદ કેજરીવાલે તેના ટ્વીટર આઈડી પરથી જે ટ્વીટ કરી છે તેનો ફોટો મે મુક્યો છે, તમે તે ફોટામા રહેલી ટ્વીટ વાંચો, તો તમારા મનમા એક ખોટી, મોટી દુવિધા પેદા થશે. આપણે પોતે આપણા મનને દેશભક્ત એટલે શું? આવો સવાલ કરીયે, તો તરતજ છુપી રીતે નીચે જણાવેલો જવાબ આપણને આપોઆપ મળશે.

“દેશ માટે સારુ કરનાર, દેશના હિતને હયાત રાખનાર વ્યક્તિ, એટલે દેશભકત”, અને આ દેશભક્ત ભારતનો એક નાનામા નાનો સામાન્ય માણસ પણ હોઈ શકે, અને આપણા દેશનો મોટામા મોટો માણસ પણ હોઈ શકે અને આ દેશભક્ત ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના કોઈ સારા રાજનેતા પણ હોઈ શકે.

નરેન્દ્ર મોદી એક સારા રાજનેતા અને દેશભક્ત છે, એટલે જ તે આજે ભારતનુ લોકતંત્ર ચલાવે છે. કેજરીવાલ સાહેબનુ કહેવુ છે કે દેશભક્ત મોદીભકત નથી હોતો, અને મોદી ભક્ત દેશભક્ત નથી હોતો. હકીકતે કેજરીવાલ સાહેબે આ જાગૃત જનતાનુ લોકતંત્ર ધરાવતા દેશમા અર્થ વગરની વાહીયાત વાત કરી નાખી છે. કેમ કે કેજરીવાલ સાહેબની આ વાતનુ વિશ્લેષણ કરીએ તો, તેનો અર્થ એમ થાય કે મોદી સાહેબની પાર્ટીને વોટ આપી વિજય બનાવનારા બધા જ લોકો દેશભક્ત નથી અને તેને વોટ ન આપનારા લોકો દેશભક્ત છે. ખરેખર મિત્રો એક સાચા અને સારા ભારતવાસી તરીકે તમને કેજરીવાલ સાહેબની આ વાત વ્યાજબી લાગે છે ખરી? ના, નહી લાગે, આ હુ નથી કહેતો પરંતુ તમારા શરીરમા રહેલો આત્મા કહે છે.

ભારતના ઉધોગક્ષેત્રના રતન એટલે રતનટાટા, તેને નરેન્દ્ર મોદી માટે શું કહ્યુ હતુ, તે નીચે પ્રમાણે છે,
“As Prime Minister, Mr Modi is offering the Indian people a New India. We need to give him that opportunity.” વધુ વિગતો જાણવા માટે આપેલી લિંક ઓપન કરો.(https://www.news18.com/news/india/ratan-tata-lavishes-praise-on-pm-narendra-modi-says-he-will-deliver-a-new-india-1523597.html)

Cisco system, એક વિદેશી કંપની છે,અને તે કંપનીના CEO જ્હોન ચેમ્બરે નરેન્દ્ર મોદી માટે શું કહ્યુ તે નીચે પ્રમાણે છે,
“India’s growth at risk if Modi is not re-elected: CISCO CEO John Chambers” વધુ જાણવા માટે આપેલી લિંક ઓપન કરો.
(https://indianexpress.com/article/india/indias-growth-at-risk-if-narendra-modi-is-not-re-elected-cisco-ceo-john-chambers-5257834/)

સારી અને સાચી બાબતને સમજવા વાળા લોકો હંમેશા તેને સારો, સાચો અને સખત સાથ કોઈ પણ ભોગે આપતા જ હોય છે અને આ બાબત, પૃથ્વી પરનુ સનાતન સત્ય છે. સારી અને સાચી બાબતની સમજ જે વ્યક્તિને નથી હોતી તે વ્યક્તિ, ખાલી ખોટી નકામી દુવિધા ઉભી કરે છે. જે આ પૃથ્વી પરનુ સૌથી મોટુ દુ:ખ છે.

સારા વ્યક્તિ બનવા માટે વિશ્વવિખ્યાત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનારા વ્યક્તિના ચારિત્ર્યને આપણે અપનાવવુ પડે છે. તેના સારા ચારિત્ર્યના સમર્પણને આપણે કોઈ પણ પ્રકારનો વિરોધ કર્યા વગર તેને સ્વીકારવુ પડે છે. ઘણી વખત સમજયા વિચારા વગરનો નકામો વિરોધ આપણ સમય અને ચારિત્ર્ય બન્ને માટે હાનિકારક સાબિત થતો હોય છે.

નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ભારતની લોકશાહીમા આજે લોકશાહીનુ લોહી બનીને વહી રહી છે તેની પાછળનુ કારણ નરેન્દ્ર મોદીનુ ભારત વિકાસનુ વિઝન અને તેના સારા પરિણામો છે. ભારતના વિકાસની ચર્ચા આજે દરેક દેશમા થાય છે. વિદેશી કંપનીઓ ભારતમા રોકાણ કરવા માટે પડાપડી કરે છે, કેમ કે તે લોકોને આપણી કરતા વધારે નરેન્દ્ર મોદીના ભારત વિકાસ વિઝનમા‌ રચ છે. કેમ કે આપણે રોકાણ કર્યા પહેલા નફાનો હિસાબ માંડીએ છીએ એટલે જ આપણે કોઈ પણ ક્ષેત્રમા રોકાણ કરવામા પાછા પડીયે છીએ અને આપણે કરેલા નાના મોટા રોકાણમા ખોટની અનુભુતી કરીએ છીએ.

વિરોધ પક્ષ આજે શાસક પક્ષ પાસે તેને કરેલા સારા કામનો હિસાબ માગે છે. પરંતુ શાસક પક્ષ તેને આ હિસાબ આપવામા હર એક વખતે નિષ્ફળ જાય છે. કેમ કે વિરોધ કરનારના મગજમા વિકાસની સમજણ સરખી રીતે સજાવવીએ મુશ્કેલ છે.

વિદેશના ધણા નેતાઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને તેની કાર્યપ્રણાલીને અનુસરે છે. આ બધી બાબતો નરેન્દ્ર મોદીનીના વ્યક્તિત્વના વિશ્વ પ્રસિદ્ધિના દર્શન આપણને કરાવે છે. ભારતનો કોઈ પણ રાજનેતા ખાલી, મોદીના વ્યક્તિત્વને, તેની કાર્યપ્રણાલીને સમજીને તેની સાથે ચાલે, તો પણ તેની ધુળધાણી થયેલી રાજકીય કારકિર્દી સુડોળ અને સુદ્રઢ થઈ જાય તેમ છે. પરંતુ ખાટલે પાયાનીજ ખોટ હોય તો કંઈજ સારુ કરી શકાતુ નથી.

કોઈ પણ વ્યક્તિ વિશે ટીપ્પણી કરતા પહેલા આપણે આપણી અને સામે વાળી વ્યક્તિની પ્રતિષ્ઠાનો ખ્યાલ રાખવો જોઈએ ત્યાર બાદ જે તે ટીપ્પણી કરવી જોઈએ. કેજરીવાલ સાહેબે ટ્વીટર થકી મોદીભકત અને દેશભકતની જે ટીપ્પણી કરી તે તેના હોદ્દાને ધ્યાનમાં લઈને વિચારીયે તો, ખરેખર અયોગ્ય છે, કેમ કે કોઈ ખાસ હોદ્દો ધરાવતો માણસ આવી નકામી ટીપ્પણી કરે ત્યારે, વૈશ્વિક સ્તરે ભારતના લોકતંત્રના હિતો, તેને ચલાવનારા નેતાઓ અને તે નેતાના મતદારો હાસ્યાસ્પદ બને છે, જે આપણા દેશ માટે શરમજનક દુ:ખદ હકીકત છે.

જેને વિકાસ સમજાય છે, જેને વિકાસ દેખાય છે, જેને વિકાસ કરવો છે, અને વિકાસનો ઉત્સવ ઉજવવો છે, તે વ્યક્તિ ક્યારેય નરેન્દ્ર મોદી અને તેની સરકારનો વિરોધ નહી કરે તે બહુ નક્કી અને પાક્કી વાત છે.

લેખક © ખોડીફાડ મેહુલ (ગુરુ)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.