ખબર ફિલ્મી દુનિયા

પાકિસ્તાન દુર્ઘટના મામલે નરેન્દ્ર મોદી અને બૉલીવુડ સેલેબ્સનું છલકાયું દર્દ, ટ્વીટ દ્વારા કર્યું વ્યક્ત દુઃખ

લાગે છે કે, 2020માં બધા માટે ખરાબ રહ્યું છે. સૌથી પહેલા ઓસ્ટ્રલિયાના જંગલમાં આગ, ત્યાર બાદ ભુકંપ, અને હાલ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.

કોરોનાને કારણે હાલ દુનિયામાં તબાહી મચાવી દીધી છે. પાકિસ્તાનમાં રહેવાસી વિસ્તારમાં પ્લેન ક્રશ થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં 82 લોકોના મોત નિપજ્યા છે. આ ગંભીર દુર્ઘટનામાં બૉલીવુડ સેલેબ્સે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.

પાકિસ્તાનમાં શુક્રવારે ભીષણ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. કોરોના લૉકડાઉન બાદ ડોમેસ્ટિક ફ્લાઇટ સર્વિસ નોર્મલ તથાં જ કરાચીમાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટના જિન્ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની પાસે થઈ હતી. પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ ફ્લાઇટમાં 99 લોકો સવાર હતા. જેમાં 82ના મોત થયાની માહિતી મળી છે. આ દુર્ઘટના પર ભારતના પ્રધાનમંત્રી સહિત બોલીવુડના સેલિબ્રિટીઓએ દુખ વ્યક્ત કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં નિધન પામેલા હતભાગીઓ પ્રત્યે સરાહના દર્શાવી દુઃખ વ્યક્ત કર્યું હતું.

અનુપમ ખેર, અનિલ કપૂર, સોનમ કપૂર અને અનુભવ સિન્હા જેવા ઘણા કલાકારોએ ટ્વીટ કરીને દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.