સોશિયલ મીડિયા પર હાલમાં ફેસ એપ ચેલેન્જ ખૂબ જ ચાલી રહ્યો છે, અને મોટાભાગના બોલિવૂડ સેલેબ્સ પોતાની વૃદ્ધાવસ્થાની તસ્વીર શેર કરી રહયા છે, આપણા ક્રિકેટર્સની પણ ઓલ્ડ એજ તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે. ત્યારે હવે આ ચેલેન્જનો વાયરસ ટીવી સ્ટાર્સને પણ અડયા વિના રહ્યો નથી. ઘણા ટેલિવિઝન સ્ટાર્સે પણ ઓલ્ડ એજ ફિલ્ટરનો ઉપયોગ કરીને પોતાના ચાહકો સાથે શેર કરી રહયા છે.
કોમેડિયન કૃષ્ણા અભિષેકે પોતાની તસ્વીર શેર કરીને લખ્યું – ’60ની ઉંમરમાં હાહાહાહા. ખરેખર હું એટલો ખરાબ પણ નહિ દેખાઉં. ખરાબ નથી, આ ભવિષ્ય છે. જીવી લો જિંદગી.’

ત્યારે સોશિયલ મીડિયા પર ટેલિવીઝનની ફેવરિટ વહુઓની આ તસ્વીર વાયરલ થઇ રહી છે, જેમાં તેમનો ઓલ્ડ એજ લૂક જોવા મળે છે. આ તસ્વીરમાં હીના ખાન, શિવાંગી જોશી, દિવ્યાંકા ત્રિપાઠી, એરિકા ફર્નાન્ડિસ, અનિતા હસનંદાનીનો કોલાજ છે.
ત્યારે ફેસ એપ ચેલેન્જ પર કેન્દ્રીય મંત્રી ઈરાનીએ એક મજેદાર પોસ્ટ કરી છે. તેમને સિરિયલ ‘ક્યુકી સાસ ભી કભી બહુ થી’ની એક તસ્વીર શેર કરી છે, જેમાં તેઓ વૃદ્ધ બતાવવામાં આવ્યા હતા. આ તસ્વીર શેર કરીને તેમને લખ્યું છે, ‘જયારે એકતા કપૂર તમને ફેસ એપ ચેલેન્જ પહેલા જ વૃદ્ધ બનાવી દે.’

બિગ બોસ 12ની વિજેતા, સસુરાલ સિમર કા સિરિયલથી ઘર ઘરમાં પ્રખ્યાત બનેલી અને હાલમાં ટીવી શો કહા હમ કહા તુમમાં કામ કરી રહેલી દીપિકા કક્કડ ઇબ્રાહિમની પણ ઓલ્ડ એજ તસ્વીર વાયરલ થઇ રહી છે, જેને જોઈને કહી શકાય કે એ વૃદ્ધાવસ્થામાં પણ ગ્રેસફુલ દેખાશે.

કસોટી જિંદગી કી 2ની પ્રેરણા એટલે કે એરિકા ફર્નાન્ડિઝ પણ વૃદ્ધાવસ્થાની તસ્વીર વાયરલ થઇ છે, જેને જોઈને લાગે છે કે એ 60-70ની ઉંમરમાં પણ એટલી જ સ્ટનિંગ લાગશે જેટલી અત્યારે લાગે છે.

ત્યારે કસોટી જિંદગી કી 2ના અનુરાગ એટલે કે પાર્થ સામથણ પણ ફેસ એપ ફિલ્ટર વાપર્યા પછી હેન્ડસમ જ દેખાય છે.

ભૂતપૂર્વ ક્રિકેટર અને બિગ બોસ 12ના પ્રતિસ્પર્ધી રહેલા શ્રીસંતની પણ આ તસ્વીર ખૂબ જ વાયરલ થઇ રહી છે, જેમાં તેઓ અનુપમ ખેર સાથે જોવા મળે છે. આ તસ્વીર જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે વૃયુદ્ધ થયા બાદ પણ શ્રીસંત હેન્ડસમ દેખાશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks