મનોરંજન

ટીવીના 11 આ સિતારા છે ફિલ્મ સ્ટાર્સના હમશકલ, પૂરી પ્રિયંકા દેખાય છે આ એક્ટ્રેસ

વિજ્ઞાન અનુસાર, એક જ જેવા દેખાતા બે કે તેથી વધુ લોકો આ પૃથ્વી પર હોઇ શકે છે. એમ તો એક જેવા દેખાતા લોકો સામાન્ય રીતે તો જુડવા ભાઈ-બહેન હોય છે, પણ આ જ ખાસિયત લોહીના સંબંધો ધરાવતા લોકોમાં પણ જોવા મળે છે.

પણ ઘણીવાર એવું થાય છે કે જે લોકોને એકબીજા સાથે દૂર-દૂર સુધી કોઈ જ સંબંધ નથી એવા લોકોનો ચહેરો એક જેવો હોય છે. આ બંનેના ચહેરામાં એટલી સામ્યતા જોવા મળે છે કે ક્યારેક તો ઓળખવા મુશ્કેલ થઇ જાય છે.

આવું જ બોલીવૂડના સિતારાઓ અને ટેલિવિઝનના સિતારાઓ સાથે પણ થાય છે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે ટેલિવિઝનના કેટલાક સિતારાઓના ચહેરાઓ બોલિવૂડ સ્ટાર્સ સાથે મળતા આવે છે. તો આજે વાત કરીએ આવા જ સિતારાઓ વિશે કે જેમના ચહેરા બોલિવૂડ સ્ટાર્સ સાથે મળતા આવે છે –

1. દીપશિખા અને પરવીન બાબી –

Image Source

શક્તિમાન અને બાલવીર જેવા શોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી દીપશિખા ઘણા ટેલિવિઝન શોમાં અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે, પણ જયારે આપણે તેને સ્ક્રીન પર જોઈએ છીએ ત્યારે આપણને 70-80ના દાયકાની પ્રસિદ્ધ અભિનેત્રી પરવીન બાબી યાદ આવી જાય છે. દીપશિખા ઘણા અંશે પરવીન બાબી જેવો ચહેરો ધરાવે છે.

2. કવિતા ઘઈ અને રેખા –

Image Source

એમ તો બોલિવૂડની સદાબહાર અભિનેત્રી રેખા જેવું કોઈ જ નહિ હોય પણ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પણ એક રેખા છે. જેમનું નામ તો રેખા નથી પણ તેઓ દેખાય રેખા જેવા છે. સિરિયલ બેહદમાં માયાની માતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી કવિતા ઘઈને રેખાની હમશકલ કહેવામાં આવે છે. કેટલાક લોકો તેમને ટીવી રેખા કહીને બોલાવે છે. તેમનો અંદાજ પણ રેખા જેવો જ છે.

3. પુલકિત સમ્રાટ અને રણબીર કપૂર –

Image Source

ટેલિવિઝન સિરિયલ ક્યુંકિ સાસ ભી કભી બહુ થીમાં ડેબ્યુ કરનાર અભિનેતા પુલકિત સમ્રાટને એક સમયે રણબીર કપૂરનો હમશકલ કહેતા હતા. બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને પુલકિત સમ્રાટના દેખાવમાં ઘણી સમાનતા છે. પુલકિત સમ્રાટે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

4. ડિમ્પી ગાંગુલી અને શર્મિલા ટાગોર –

Image Source

રાહુલ મહાજનના સ્વયંવરના શો રાહુલ દુલ્હનિયા લે જાયેંગેથી પ્રસિદ્ધ થયેલ ડિમ્પી ગાંગુલી એક જમાનાની સુંદર અભિનેત્રી શર્મિલા ટાગોર જેવી જ દેખાય છે. ડિમ્પી બિગ બોસની આઠમી સીઝનમાં પણ જોવા મળી હતી. ડિમ્પી અને શર્મિલા ટાગોર, બંનેનો ચહેરો લગભગ એક જેવો જ દેખાય છે અને બંનેમાં એક બીજી સામ્યતા એ છે કે બંને બંગાળી છે.

5. નિકી અનેજા વાલિયા અને માધુરી દીક્ષિત –

Image Source

અસ્તિત્વ એક પ્રેમ કથા નામની સિરિયલમાં પોતાના કામથી ખૂબ જ પ્રસિદ્ધ થયેલી ટેલિવિઝન અભિનેત્રી નિકી અનેજા વાલિયા ઓલ્ટ બાલાજીની વેબસીરીઝમાં પણ જોવા મળી છે. તેમના ચહેરામાં અને બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતના ચહેરામાં ઘણી સામ્યતા છે કે ઘણીવાર લોકો તેને માધુરી દીક્ષિત જ સમજી બેસે છે.

6. લીના જુમાની અને તમન્ના ભાટિયા –

Image Source

બંદિની, કોઈ આને કો હૈ, પુનર્વિવાહ જેવી ટીવી સિરિયલોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી લીના જુમાની હાલ સિરિયલ કુમકુમ ભાગ્યમાં વિલન તનુનું પાત્ર ભજવી રહી છે. તેનો ચહેરો બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી તમન્ના ભાટિયા સાથે ઘણો મળતો આવે છે. સાથે જ નોંધનીય છે કે 2013માં આવેલી ફિલ્મ હિંમતવાલામાં લીના અને તમન્ના ભાટિયા બંને જોવા મળી હતી.

7. પૂજા ગોર અને જેકલીન ફર્નાન્ડિસ –

Image Source

સ્ટાર પ્લસ પર આવતી લોકપ્રિય સિરિયલ પ્રતિજ્ઞામાં પ્રતિજ્ઞાનું પાત્ર ભજવી ચુકેલી અભિનેત્રી પૂજા ગોરનો ચહેરો શ્રીલંકન બ્યુટી ગણાતી બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ જેવો દેખાય છે.ઇન્ડસ્ટ્રીમાં પૂજાને જેકલીનની લૂકઅલાઈક માનવામાં આવે છે.

8. કરિશ્મા તન્ના અને દીપિકા પાદુકોણ –

ટેલિવિઝન અભિનેત્રી કરિશ્મા તન્ના અને બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણના ચહેરામાં ભલે ઘણી સામ્યતા ન હોય પણ બંનેની સ્માઈલ એક જેવી જ દેખાય કે અને બંનેનું કદકાઠી પણ એકબીજાને મળતું આવે છે. કરિશ્માએ તન્નાએ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી સિરિયલ સિવાય બિગબોસની આઠમી સીઝનમાં પણ ભાગ લીધો હતો.

9. ગુંજન બક્શી અને પ્રિયંકા ચોપરા –

Image Source

બોલિવૂડ અને હોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી ચુકી અભિનેત્રી પ્રિયંકા ચોપરાની પણ હમશકલ ટીવી ઇન્ડસ્ટ્રીમાં છે. ટેલિવિઝન સિરીઝ બોલિવૂડ હીરોમાં જોવા મળેલી મોડલ ગુંજન બક્શીનો ચહેરો પ્રિયંકા ચોપરાને મળતો આવે છે. ગુંજને આ સિવાય ફિલ્મ ફેટ્સોમાં પણ કામ કર્યું છે.

10. રાજ સિંહ અરોરા અને અંકિત તિવારી –

Image Source

ટેલિવિઝન સિરિયલ યે હૈ મોહબતે સીરિયલમાં મિહિરનું પાત્ર ભજવતા અભિનેતા રાજ સિંહ અરોરા બોલિવૂડ સિંગર અંકિત તિવારી જેવા જ દેખાય છે. બંનેનો ચહેરો ઘણો સમાન દેખાય છે, જો કે રાજ સિંહ અરોરા અંકિત તિવારી જેવું ગાઈ શકતા નથી.

11. શબ્બીર અહલુવાલિયા અને રાણા દગ્ગુબાતી –

Image Source

ટેલિવિઝન સિરિયલ કુમકુમ ભાગ્યમાં રોકસ્ટાર અભિષેકનું પાત્ર ભજવતા અભિનેતા શબ્બીર અહલુવાલિયાને સદીની મહાન ફિલ્મ બાહુબલીના ભલ્લાલ દેવ એટલે કે રાણા દગ્ગુબાતીના હમશકલ માનવામાં આવે છે. બંનેના ચહેરામાં ઘણી સમાનતા દેખાય છે.

આ તસવીરો જોઈને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા ને!