ટીવીનો સૌથી લોકપ્રિય શો રહી ચૂકેલો CID લગભગ 20 વર્ષ સુધી ટેલિકાસ્ટ થયો હતો. જે લિમ્કા બુક ઓફ રેકોર્ડસ અને ગ્રિનીસ વલર્ડ રેકોર્ડ બંનેમાં સામેલ છે. આ શોમાં ACP પ્રદ્યુમનો ડાયલોગ હોય કુછ તો ગડબડ હે દયા અને દયાનો દરવાજો તોડવાનો કોઇ સીન હોય ખૂબ જ લોકપ્રિય છે. તમને જણાવી દઇએ કે શો લોકપ્રિય હોવા છતા પણ ખૂબ જ ઓછા લોકો જાણે છે સ્ટાર્સના પરિવાર વિશે…
શિવાજી સાટમ – ACP પ્રદ્યુમન
CIDની જાન ગણાતા ACP પ્રદ્યુમન એટલે કે શિવાજી સાટમ એક સમયે બેંકમાં કેશિયરની નોકરી કરતા હતા પરંતુ બાદમાં તેમને ટીવીના સૌથી લોકપ્રિય શોમાં કામ કરવાની તક મળી. તમને જણાવી દઇએ કે તેમની પત્નિનું નામ અરૂણા છે અને તેમને એક દીકરો છે અને એક દીકરી છે.
આદિત્ય શ્રીવાસ્તવ – અભિજીત
ફિલ્મ બેંડિટ ક્વીનથી અભિનયની શરૂઆત કરનાર આદિત્ય શ્રીવાસ્તવ CIDમાં સીનિયર ઇન્સ્પેક્ટર અભિજીતનું પાત્ર નિભાવતા હતા. તેમની પત્નિનું નામ માનસી શ્રીવાસ્તવ છે. તેમને બે દીકરીઓ છે, આરૂષિ અને અદ્વિકા અને એક દીકરો પણ છે. આદિત્યએ લગભગ 30 ફિલ્મોમાં કામ કર્યુ છે. જેમાં સત્યા, માત્રભૂમિ, પાંચ, હજાર ચોરાસી કી માં અને દિલ સે સામેલ છે.
દયાનંદ શેટ્ટી – દયા
જેને લોકો દયાના નામથી જાણે છે તેમનું નામ દયાનંદ શેટ્ટી છે. શોમાં તે સીનિયર ઇન્સ્પેક્ટર દયાના રોલમાં નજરે પડ્યા હતા. જે દરવાજો તોડવામાં માહિર બતાવ્યા હતા. દયા મૈસૂરના રહેવાસી છે. તેમની પત્નિનું નામ સ્મિતા શેટ્ટી છે અને તેમને એક દીકરી છે જેનું નામ વીવા છે.
દિનેશ ફડનિશ – ફ્રેડરિક્સ
શોમાં ફની કેરેક્ટરનો રોલ પ્લે કરનાર ફ્રેડરિક્સ એટલે કે દિનેશ ફડનિશ એક્ટરની સાથે સાથે રાઇટર પણ છે. તેમણે સરફરોઝ અને મેલા જેવી ફિલ્મોમાં કામ કરેલું છે.
શ્રદ્ધા મૂસલે – ડો. તારીકા
વર્ષ 2007થી શઓમાં ડો. તારીકાનું પાત્ર નિભાવનાર શ્રદ્ધા ટીવી શો પોરસમાં પણ નજરે પડી ચૂકી છે. અમદાવાદની રહેવાસી શ્રદ્ધા઼ મોડલિંગ પણ કરી ચૂકી છે. તમને જણાવી દઇએ કે, વર્ષ 2012માં લખનઉના બિઝનેસમેન દીપક તોમર સાથે તેણે લગ્ન કર્યા હતા.
જાનવી છેડા – શ્રેયા
શોમાં શ્રેયાનું પાત્ર નિભાવનાર જાનવી છેડાના પતિનું નામ નિશાંત ગોપાલિયા છે.
અંશા સઇદ – પૂર્વી
CIDમાં પૂર્વીનો રોલ પ્લે કરી ચૂકેલી અંશા સઇદએ 2015માં શોમાં એન્ટ્રી લીધી હતી. અંશાનો પરિવાર ઘણો મોટો છે.
ઋષિકેશ પાંડે – સચિન
CIDમાં ઇન્સ્પેક્ટર સચિનનું પાત્ર નિભાવનાર ઋષિકેશ પાંડેની પત્નિ અને એક દીકરો છે.