જીવનશૈલી

ટીવીની આ ફેમસ અભિનેત્રી લગ્નના 7 વર્ષ બાદ બની માતા, આપ્યો દીકરાને જન્મ – જુઓ તસ્વીરો

“યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ” ફેમ અભિનેત્રી પ્રિયંકા કલંત્રીના ઘરે કિલકારીઓ ગુંજી ઉઠી છે. પ્રિયંકાએ છોકરાને જન્મ આપ્યો છે. આ ખુશખબરીને પ્રિયંકાનાં પતિ વિકાસ કલંત્રીએ પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. વિકાસે પ્રિયંકા સાથે ફોટો શેર કરતા લખ્યું કે, “અમારા ઘરે બેબી બૉયે કદમ રાખ્યો છે. મા અને દીકરો બન્ને સ્વસ્થ છે અને આ ફીલિંગ કંઈક અલગ જ છે. હું ઉત્સાહિત છું.” વિકાસની આ પોસ્ટમાં તેમને ફેન્સ ઉપરાંત સેલિબ્રિટી પણ તેમને શુભકામના પાઠવી હતી.

“યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ” ફેમ અભિનેત્રી પ્રિયંકા કલંત્રી અને તેનો પતિ કેટલાક સમયથી બાળકની રાહ જોઈ રહ્યા હતા. ગણતરીના દિવસ પહેલા આ અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર પોતાના મેટરનિટી શૂટના ફોટાઓ શેર કર્યા હતા.

 

View this post on Instagram

 

Completing my 9 months in few days coming closer to the delivery date I realised I have to upload this pic before I deliver. It’s one of my favourite pic showing how amazing I felt getting clicked with my naughty fluttering little one inside my belly. All these cute little moments inside make me feel curious and happy at the same time. I am sure all mothers go thru the same experience so this is just me expressing my feelings. To all the expecting mothers I insist capture these beautiful moments so that you can look back and enjoy all the lovely memories ❤️ #babycomingsoon👣 #mothersdiary #girlorboy #momtobe #postivevibes #positivethoughts #thankful #fewdaystogo #picturetime #picoftheday #38weekspregnant #mommatobe #mothers #mommyfashion #mommyblogger #influencer #blogger #maternityphotography #babybellybump #bump #priyankakalantri #priyankavikaaskalantri #pregnancy #pregnant #preg #pregnantbelly #mom #instamom #babys

A post shared by Priyanka Vikaas Kalantri (@priyankavikaaskalantri) on

આ ફોટાઓમાં પ્રિયંકા બેબી બમ્પ જોવા મળે છે. તે સમયે પ્રિયંકાનો છલ્લો મહિનો ચાલતો હતો. તેઓ આ ફોટાઓમાં ખુબ જ સુંદર લાગી રહી છે. ગુલાબી મેક્સી ડ્રેસમાં પ્રિયંકા બહુ જ સુંદર લાગી રહી છે. આ ફોટા સાથે કેપશનમાં લખ્યું હતું કે, “મારા નાના બેબીને અંદર રાખવાની આખી યાત્રાએ મને દુનિયાની બધાથી ખુશ વ્યક્તિ બનાવી છે. ખાલી એક મા જ આ અનુભવને સમજી શકે છે. હવે હું મારા નાના બેબીને મળવા માટે ઉત્સુક છું.”

પ્રોફેશનલ જીવનની વાત કરીએ તો વિકાસે બોલિવૂડની ફિલ્મ “નઈ પડોસન” અને “નકાબ”માં કામ કર્યું છે. વિકાસે 25 ફેબ્રુઆરી 2012માં પોતાના પ્રેમ ટીવીની અભિનેત્રી પ્રિયંકા ચિબ્બર સાથે પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. હાલમાં તેમને લગ્નના 7 વર્ષ થઇ ગયા છે. પ્રિયંકાએ “રંગ બદલતી ઓઢણી” અને “પલકો કી છાવ” જેવી સીરિયલમાં કામ કર્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks