ખૂબ જ અમીર છે ‘અનુપમા’, એક્ટિંગ ઉપરાંત સાઇડ બિઝનેસથી પણ કમાય છે કરોડો
જ્યારથી સ્ટાર પ્લસ પર શો અનુપમા ચાલુ થઇ છે ત્યારથી આ શોની લોકપ્રિયતા ઘટવાનું નામ નથી લઈ રહી. આ શોની ફેન ફોલોઈંગ દિવસેને દિવસે વધી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ સીરિયલની હંમેશા ચર્ચા થાય છે. અનુપમામાં મેકર્સે એવી સ્ટોરી બતાવવાનો પ્રયાસ કર્યો છે જે દરેક વ્યક્તિ સરળતાથી રિલેટ કરી શકે. રૂપાલી ગાંગુલી એ શોની લાઈફ છે, પણ બાકીના કલાકારો પણ તેમના શાનદાર અભિનયથી અનુપમામાં આકર્ષણ જમાવતા જોવા મળે છે.
આ જ કારણ છે કે આ શો ક્યાંકને ક્યાંક વાસ્તવિકતાની ખૂબ નજીક છે. રૂપાલી ગાંગુલીનો શાનદાર અભિનય અનુપમામાં જોવા મળે છે. અનુપમા બાદ તો રૂપાલી ટીવી જગતની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. જ્યારથી રૂપાલીની આ સિરિયલ પ્રસારિત થઈ છે ત્યારથી તે ટીઆરપીમાં સતત નંબર વન અને ટુ પોઝિશન પર રહી છે. આ સીરિયલને કારણે રૂપાલી ગાંગુલી ટીવીની સૌથી મોંઘી અભિનેત્રી પણ બની ગઇ છે અને તે મેલ એક્ટર્સને પણ એટલે કે અભિનેતાઓને પણ ફીસના મામલે પાછળ છોડે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રૂપાલી ગાંગુલી શરૂઆતના તબક્કામાં લગભગ 1.5 લાખ રૂપિયા લેતી હતી. પરંતુ શોની લોકપ્રિયતા વધ્યા બાદ રૂપાલી ગાંગુલીની ફી વધારીને 3 લાખ કરી દેવામાં આવી. આવી સ્થિતિમાં રૂપાલીએ ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા બાકીના કલાકારોને કમાણીના મામલે માત આપી છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રૂપાલીને ટીવી જગતના પુરૂષ કલાકારો રામ કપૂર અને રોનિત રોય કરતાં પણ વધુ ફીસ આપવામાં આવે છે.
રૂપાલી ટીવીની સૌથી મોંઘી અભિનેત્રી હોવાની સાથે સાથે બિઝનેસ વુમન પણ છે. અનુપમાનું પાત્ર ભજવતી રૂપાલી ગાંગુલીની નેટવર્થ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. પણ ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર રૂપાલીની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયા છે. રૂપાલી તેના પતિ અશ્વિન વર્મા અને પુત્ર સાથે મુંબઈના હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રૂપાલી મુંબઈમાં જે એપાર્ટમેન્ટમાં રહે છે તે ખૂબ જ આલીશાન છે,
તેના ઘરમાં 3 બેડરૂમ અને લક્ઝરી લિવિંગ રૂમ છે. આ સાથે બાલ્કનીનો નજારો પણ ખૂબ જ સરસ છે. આ બધા સિવાય અભિનેત્રી પાસે કારનું શાનદાર કલેક્શન છે. જેમાં Jaguar XJ સિવાય Mahindra Thar છે. Jaguar XJની કિંમત 90 લાખની આસપાસ છે અને Mahindra Tharની કિંમત 16 લાખ રૂપિયા છે. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે રૂપાલી ગાંગુલી એક બિઝનેસ વુમન પણ છે. ઈ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર રૂપાલી ગાંગુલી એક એડવર્ટાઈઝિંગ કંપનીની કો-ફાઉન્ડર છે.
આ કંપની રૂપાલીના પિતા અનિલ ગાંગુલીએ વર્ષ 2000માં ખોલી હતી. આ કંપની ફિલ્મો સિવાય કોમર્શિયલ એટલે કે જાહેરાત માટે પણ કામ કરે છે. કરિયરની વાત કરીએ તો, રૂપાલી ગાંગુલીએ વર્ષ 2000માં ડેઈલી સોપ ‘સુકન્યા’થી નાના પડદા પર પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે હિટ શો ‘સંજીવની’માં જોવા મળી હતી. રુપાલી ગાંગુલીને કોમેડી સિરિયલ ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’થી પણ ઓળખ મળી હતી,
આ પછી તે એક-બે ફિલ્મોમાં જોવા મળી. તે બાદ રૂપાલીએ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો. રુપાલી ગાંગુલી માટે સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ ‘અનુપમા’ હતો. આ શો દ્વારા અભિનેત્રીએ ફરી ટીવી પર કમબેક કર્યું અને તે હિટથી સુપરહિટ અભિનેત્રી બની.