મનોરંજન

ઓડીથી લઈને જૈગુઆર સુધીની લક્ઝુરિયસ ગાડીઓ છે આ ટીવી સિતારો પાસે, બધાની કિંમત છે કરોડમાં

કરોડોમાં રામે છે આપણા દ્વારા કમાયેલા આ મોટા મોટા સેલિબ્રિટીઓ, જુઓ

બોલીવુડના સ્ટાર્સની લાઈફ વિષે તો આપણે જાણીએ જ છે કે એ ખુબ જ વૈભવી જીવન જીવે છે, પરંતુ ટેલિવિઝન એકટેલ કે નાના પડદાના સ્ટાર્સ પણ તેમનાથી કઈ કમ વૈભવી જીવન નથી જીવી રહ્યા, ઘણા ટીવી સિતારા એવા છે જેમની પાસે દુનિયાની મોટો મોટી બ્રાન્ડની કાર રહેલી છે. જે લેટેસ્ટ કાર બજારમાં આવે છે, તે બહુ જ જલ્દી તેમના કલેસક્શનમાં પણ ઉમેરાઈ જાય છે. તો ચાલો આજે જાણીએ ક્યાં ટીવી સિતારા પાસે કઈ કાર છે.

Image Source

શિવાંગી જોશી:
ટેલિવિઝનની સૌથી પ્રખ્યાત ધારાવાહિક “એ રિશ્તા ક્યાં કહેલાતા હે”માં નાયરનો અભિનય કરતી અભિનેત્રી શિવાંગી જોશીએ હાલમાં જ જૈગુઆરનું લેટેસ્ટ મોડેલ ખરીદ્યુ છે જેની કિંમત 1 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

Image Source

દીપિકી કક્ક્ડ:
બિગ બોસની વિજેતા રહી ચુકેલી દીપિકા કક્ક્ડ પાસે ભૂરા રંગની બીએમડબ્લ્યુ કાર છે, તેની પાસે એક લાલ રંગની BMW X4 પણ છે જે તેના પતિ શોએબ સાથે મળી અને પહેલી એનિવર્સરી ઉપર ખરીદી હતી.

Image Source

પાર્થ સમથાન
ધારાવાહિક કસોટી જિંદગીનો અભિનેતા પાર્થ સમથાન પાસે મર્સીડીઝ બેન્ઝ છે. સફેદ કેલરીના આક્ઝ્યુરિયસ કારની ઇમેજ તેને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી.

Image Source

મોનાલીસા:
અભિનેત્રી મોનાલિસા પાસે પણ એક સફેદ રંગની લક્ઝુરિયસ ઓડી કર છે. આ કાર જયારે તેને ખરીદી ત્યારે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સમક્ષ ખુશી પણ વ્યક્ત કરી હતી.