આ 10 ટીવી એક્ટ્રેસનો નો મેકઅપ લુક છે લાજવાબ, મેકઅપ વગર પણ બેહદ ખુબસુરત દેખાઈ છે આ ટીવી એક્ટ્રેસ
ટીવી એક્ટ્રેસ તેના રોલને ન સારી રીતે નિભાવવા માટે મેકઅપના થથેડા કરતી હોય છે. તો કોઈ રોલ માટે તેને હેવી મેકઅપ પણ કરવો પડે છે. જેથી દર્શકોના મનમાં તેની ઊંડી છાપ છોડી શકે. નાના પડદાની અમુક એક્ટ્રેસ અસલ જિંદગીમાં એટલી ખુબસુરત છે કે તે ખુબસુરતી મામલે બૉલીવુડ હસીનાઓને પણ ટક્કર આપી શકે છે. આવો જાણીએ એ એક્ટ્રેસ વિષે.
1.જેનિફર વિંગેટ

જાણીતી ટીવી એક્ટ્રેસ જેનિફર ફક્ત ટીવી શો માટે જ નથી જાણીતી. પરંતુ તેની પાસે અલગ-અલગ લુક અને સ્ટાઇલ છે જે તેની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાડે છે. જેનીફરનો અંદાજ બૉલીવુડ એક્ટ્રેસથી કમ નથી. જેનિફર જયારે ઓફ સ્ક્રીન હોય છે ત્યારે પણ તે તેટલી જ સ્ટનિંગ દેખાઈ છે. રિયલ લાઈફમાં જેનિફર બ્યુટીફૂલ, બોલ્ડ અને ગ્લેમરસ છે.
2.મૌની રોય

નાના પડદાથી કરિયરની શરૂઆત કરનાર મૌની રાયની ગણના આજે ટીવીની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસમાં થાય છે. આ પાછળનું કારણ છે તેની શાનદાર એક્ટિંગ અને ખુબસુરત ચહેરો. સોશિયલ મીડિયામાં પર તેના ફોલોઅર જોઈને અંદાજો લગાવી શકાય છે કે તે કેટલી ખુબસુરત છે. નાના પડદા પર મૌની રોય જેટલી ખુબસુરત દેખાઈ છે તેટલી જ તે અસલ લાઈફમાં છે.
3.દિવ્યાંકા ત્રિપાઠી

નેચરલ બ્યુટીના લિસ્ટમાં ટીવી શો ‘યે હૈ મોહબ્બતે’ની ખુબસુરત અને પ્રતિભાવાન એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી. દિવ્યાંકા ઓન સ્ક્રીન જેટલી સુંદર છે તેટલી જ ઓફ સ્ક્રીન પણ છે. દિવ્યાંકાનો ફેસ બહુ જ ચાર્મીંગ છે. મેકઅપ વગર પણ તેની સુંદરતા જોવા લાયક છે. તેના ચહેરા પર એવી ચમક છે જે જોનારાનું દિલ જીતી લે છે. તેની ક્યુટનેસનો અંદાજ તેની તસ્વીરથી લગાવી શકાય છે.
4.રશ્મિ દેસાઈ

કલર ટીવી પર પ્રસારિત થનારી જાણીતી સિરિયલ ઉતરનથી પ્રસિદ્ધિ મેળવનાર રશ્મિ દેસાઈએ ફક્ત સીરિયલમાં કામ નથી કર્યું પરંતુ ઘણા રિયાલિટી શોમાં પણ કામ કર્યું છે. રશ્મિની ગ્લોઈંગ સ્કિન ભગવાનનું રૂપ છે જેથી તેને મેકઅપની કોઈ જરૂરત રહેતી નથી. મેકઅપ વગર રશ્મિ બેહદ ખુબસુરત લાગે છે.
5.હિના ખાન

સ્ટાર પલ્સ પર પ્રસારિત થતી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ થી ઘર-ઘરમાં અક્ષરાનાં નામથી જાણીતી હિના ખાનને આજે બધા જ લોકો જાણે છે. હિના ખાન બહુ જ ટેલેન્ટેડ એક્ટ્રેસ છે. તે અસલ જિંદગીમાં પણ આટલી ખુબસુરત છે. હિના ખાનની કુદરતી રીતે સ્કિન એટલી ગ્લો કરતી હોય છે તેને મેકઅપની કોઈ જરૂર નથી પડતી.
6.કૃતિકા કામરા

સીરીયલ “કિતની મોહબ્બત હૈ” અને “કુછ તો લોગ કહેંગે” થી ખ્યાતિ મેળવનાર કૃતીકા કામરા એ ટીવીનું જાણીતું નામ છે. કૃતિકા સ્ક્રીન પર જેટલી સુંદર નજરે આવે છે હકીકતમાં પણ તે એટલી જ સુંદર છે.
7.શ્વેતા તિવારી

જાણીતા ટીવી શો “કસૌટી જિંદગી કી” અને પરવરિશ જેવી સિરિયલમાં શાનદાર એક્ટિંગથી દર્શકોનું દિલ જીતનારી શ્વેતા તિવારી નાના પડદાની શ્રેષ્ઠ એક્ટ્રેસ પૈકી એક છે છે. શ્વેતાએ આ સિરીયલોમાં એક જ પ્રકારનું પાત્ર ભજવ્યું છે, પરંતુ શ્વેતાએ ‘બિગ બોસ સીઝન 4’ માં આવીને પોતાનો લુક સંપૂર્ણપણે બદલ્યો હતો. તે એકદમ સાચું છે કે તેની પાસે સુંદર ચહેરો છે અને તેમાં કોઈ શંકા નથી કે રિયાલિટી શોના કેમેરા તેના કુદરતી રૂપે સુંદર ચહેરો જોતા અટકી જાય છે.
8.શિલ્પા શિંદે

શિલ્પા શિંદે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યુ છે, પરંતુ તાજેતરમાં તે સીરીયલ “ભાભીજી ઘર પર હૈ” માં જોવા મળી હતી. શિલ્પા તેની યુનિક સ્ટાઇલથી ઘર-ઘરમાં છવાઈ ગઈ હતી. તે આ સીરિયલમાં સંપૂર્ણ દેશી અવતારમાં જોવા મળી રહી છે, પરંતુ વેસ્ટર્ન ડ્રેસમાં તે મેક અપ વગર જ સુંદર લાગી રહી છે.
9.દ્રષ્ટિ ધામી

મધુબાલા તરીકે જાણીતી દ્રષ્ટિ ધામી વાસ્તવિક જીવનમાં ખૂબ જ કુલ છે. સીરિયલમાં ભજવેલ આ પાત્ર તેની વાસ્તવિક જીવનથી ખુબ જ અલગ છે. આ સિરિયલમાં દ્રષ્ટિના કેરેકટરની ડીમાંડને ધ્યાનમાં રાખીને બહુ સારો મેક-અપ અને ભારે કપડાં પહેરે છે પરંતુ હકીકતમાં દ્રષ્ટિ મેકઅપ વગર ખૂબ જ શાંત અને સુંદર લાગે છે.
10.દેવોલિના ભટાચાર્ય

ટીવી સિરિયલ ‘સાથ નિભાના સાથિયા’ થી ગોપી વહુના નામથી મશહૂર દેવોલિના ભટ્ટાચાર્ય ટીવી સ્ક્રીન પર જેટલી ખુબસુરત અને ક્યૂટ દેખાઈ છે તેટલી જ તે અસલ જિંદગીમાં ખુબસુરત છે. તેની ખુબસુરતીના દીવાના તેને બૉલીવુડ એક્ટ્રેસથી કમ નથી માનતા.