ખબર

મુંબઇમાં હાઇપ્રોફાઇલ જીસ્મફરોશીના ધંધામાં 5 સ્ટાર હોટલમાંથી ઝડપાઈ હતી હીરોઇનો, પોલીસે અંદર જઈને જોયું તો ચોંક્યા

ભારતની માયાનગરી મુંબઇના ગોરેગાંવના એક 5 સ્ટાર હોટલમાં ચાલી રહેલા દેહ વ્યાપાર રેકેટનો લોકલ કોપએ ભાંડો ફોડી નાંખ્યો છે. આ રિલેટેડ કોપે એક બોલિવૂડ અભિનેત્રી સહિત 3 છોકરીઓને પકડી છે. આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગ્રાહક બનીને એક પોલીસ કર્મીને હોટલમાં મોકલ્યો પછી તેણે ડિલર્સ જોડે વાત કરી હતી. અને પછી પોલીસે દરોડો પાડીને 3 સ્ત્રીઓને છોડાવી હતી. પોલીસે જે 3 મહિલાઓની ધરપકડ કરી છે તેમાંથી એક બોલિવૂડ અભિનેત્રી છે. તેની પર મોટી મોટી હોટલમાં દેહ વેપાર માટે બોલિવૂડ અને ટીવી જગતથી જોડાયેલી અભિનેત્રી મોકલવાનો પણ આરોપ છે.

આ ત્રણમાંથી એક તો બોલિવૂડની એક ઇન્ટરનેશનલ બેલી ડાન્સર હતી અને બીજી 2 ટીવી શોની આર્ટિસ્ટની હોટલમાં દેહ વ્યાપાર માટે 10 લાખ રૂપિયામાં ડીલ ફિક્સ થઇ હતી. પોલિસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વધુમાં તમને જણાવી દઈએ કે હાલ મુંબઇ પોલીસ દ્વારા બોલીવૂડ ઇન્ડસ્ટ્રી અને ડ્રગ્સ કનેક્શન પર પણ એક્શન લેવામાં આવી રહ્યો છે. અભિનેતા સુશાંત કેસમાં ડ્રગ્સની કનેક્શન બહાર આવતા જ NCB સમેત પોલીસ આ મામલે અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ અને નવી અપડેટ બહાર પાડી રહ્યા છે. જે પછી બોલિવૂડના કાળી બાજુ પણ છતી થઇ છે.