તમે ઘણીવાર સાંભળ્યુ હશે કે, લોકો પરિવાર માટે કંઇ પણ કરી શકે છે અને કંઇ પણ કરવા તૈયાર થઇ જતા હોય છે. આવી જ એક વાત છે ટીવી ઇન્ડસ્ટ્રીની અને અભિનેત્રીઓની.. જેમણે તેમના પરિવાર માટે તેમનું કરિયર છોડી દીધુ.
તો, આવો જાણીએ આવી અભિનેત્રીઓ વિશે…
1. દિશા વાકાણી ટીવીનો સૌથી લોકપ્રિય શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના દયા બેન એટલે કે દિશા વાકાણીની પોપ્યુલારિટી ખૂબ જ છે. જબરદસ્ત પોપ્યુલારિટી હોવા છતા તેમણે પોતાના પરિવાર માટે શો છોડી દીધો. ઉલ્લેખનીય છે કે, દિશાએ દીકરીને જન્મ આપ્યો હતો અને તે બાદથી તે બધો જ સમય તેની સાથે વિતાવવા માંગતા હતા. આ જ કારણથી તેમણે આ ગ્લેમર ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું.
2.મોહેના કુમારી સિંહ થોડા સમય પહેલા જ મોહેના કોરોનાને કારણે ચર્ચામાં હતી. મોહેના રીવાની રાજકુમારી છે અને તેમના લગ્ન આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના દાકરી સુયેશ રાયત સાથે થયા છે. આ દિવસોમાં મોહેના પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. તમને જણાવી દઇએ કે, મોહેના સ્ટાર પ્લસ ધારાવાહિક “યે રિશ્તા કયા કહેલાતા હે”માં નજરે પડી હતી.
3.મિહિકા વર્મા સ્ટાર પ્લસ ધારાવાહિક “યે હૈ મહોબ્બતેં”થી ઘરે ઘરે ફેમસ થનાર અભિનેત્રી મિહિકા વર્માએ અચાનક જ એક એનઆરઆઇ સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ તેણે ટીવી ઈન્ડસ્ટ્રીને હંમેશા માટે છોડી દીધું. તમને જણાવી દઇએ કે, મિહિકા અમેરિકામાં સેટલ થઇ ચૂકી છે.
4.અદિતિ શિરવાઇકર ટીવી સેલિબ્રિટી અદિતી ઘણા પોપ્યુલર શોમાં નજરે પડી છે જેમ કે, કુમકુમ-એક પ્યારા સા બંધન, કહાની ઘર ઘર કી, શરારત વગેરે.. તે છેલ્લે શો 26/11માં જોવા મળી હતી જે 2013માં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે, અદિતી હાલ તેના પતિ સાથે રેસ્ટોરન્ટના બિઝનેસમાં છે.
5.કાંચી કૌલ નાના પડદાની ફેમસ અભિનેત્રીઓમાંની એક કાંચી કૌલે પણ ટીવી ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. કાંચી ઘણા ફેમસ શોમાં નજરે પડી છે. 2011માં તેણે અભિનેતા શબ્બીર અહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા અને 2014માં તેને બાળક થતા જ ટીવી ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો હતો.