આજે સાંજે ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ખુબ જ ખરાબ સમાચાર આવ્યા છે. 20 વર્ષની ટીવીની ફેમસ એક્ટ્રેસ તુનિશા શર્માએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. આ ચોંકાવનારા સમાચાર જેવા જ સામે અવ્યા તો દરેકના હોશ ઉડી ગયા છે.
આ અભિનેત્રી અત્યારે સબ ટીવીના શો દાસ્તાન એ કાબુલમાં લીડ રોલ પ્લે કરી રહી હતી. એવામાં તેમણે આ આવું ખરાબ કેમ ભર્યું તે કોઇને સમજાઇ રહ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટી બ્રેક દરમિયાન તુનિષા ટોયલેટમાં ગઇ અને ત્યાંથી મોડે સુધી નિકળી નહી, તો દરવાજો તોડવામાં આવ્યો. ત્યાં જોવા મળ્યું કે આ અભિનેત્રીએ તો ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.
વાલિવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરિક્ષક કૈલાશ બર્વેએ જણાવ્યું કે ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માની સુસાઇડ કરવાની જાણકારી મળી છે, પોલીસની ટિમ ત્યાં ઘટનાસ્થળે પહોંચી રહી છે. તમને જણાવી દઈએ કે આ ફેમસ અભિનેત્રીએ ઘણી લોકપ્રિય સિરિયલો અને મૂવીસમાં મહેનતથી કામ કરીને નાની ઉંમરમાં પોતાની ખાસ ઓળખ બનાવી હતી.
અચાનક તેની આપઘાતના ન્યુઝ આવતા જ લાખો ફેન્સના દિલને તોડી નાખ્યું છે. તુનિષાએ 6 કલાક પહેલા મેક-અપ રૂમમાં જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો. તુનિષાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. પણ અફસોસ, હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ અભિનેત્રી એક્ટર શિવિન નારંગ સાથે એક મ્યુઝિક વીડિયોનું શૂટિંગ કરી રહી હતી અને ત્યાં તુનિષા કેટરીના કૈફ-વિદ્યા બાલન જેવી અભિનેત્રીઓની ફિલ્મોમાં પણ જોવા મળી હતી. આવું કેમ કર્યું હશે તુનિષાએ?
અચાનક આટલું મોટું પગલું ભરવું પડ્યું હતું. ફેન્સને મોટો ઝાટકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે આ ક્યૂટ અભિનેત્રી ફિતુર અને બાર બાર દેખો જેવી ફિલ્મોમાં કેટરિના કૈફની નાની બહેન તરીકે લોકોની નજરમાં આવી હતી. આ સાથે તે વિદ્યા બાલનની ફિલ્મ કહાની 2માં જોવા મળી હતી.