ફિલ્મી દુનિયા

‘દેવો કે દેવ મહાદેવ’ની અભિનેત્રી ડ્રગ્સ ખરીદતા રંગે હાથે ઝડપાઇ, જુઓ

સુશાંત સિંહ રાજપૂતના ડ્રગ્સ મામલે ઘણા સિતારાઓની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. હજુ પણ આ એનસીબી દ્વારા ડ્રગ્સ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ વચ્ચે રવિવારે એનસીબી દ્વારા ડ્રગ પેડલર અને ટીવી એક્ટ્રેસની ધરપકડ કરવામાં આવી ચુકી છે.

‘દેવો કે દેવ મહાદેવ’ની એક્ટ્રેસ પ્રીતિકા ચૌહાણની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ્સ ખરીદવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ કામગીરીમાં સામેલ તમામ અધિકારીઓ સાદા કપડામાં હતા અને મુંબઇના વર્સોવા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કામગીરીમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.એએનઆઈના અહેવાલ મુજબ, ફૈઝલ નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. ફૈઝલ અને પ્રિતિકા પાસેથી 99 ગ્રામ ગાંજો મળી આવ્યો છે, બંનેને મુંબઈ કોર્ટમાં જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. બંનેના 8 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

એએનઆઈના ટ્વીટમાં લખ્યું છે કે, ‘મુંબઈથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 99 ગ્રામ ગાંજા મળી આવ્યા છે, એકનું નામ ફૈઝલ છે, જ્યારે બીજાનું નામ પ્રિતિકા ચૌહાણ છે, જે એક કલાકાર છે અને બંનેની ધરપકડ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, પ્રીતિકા ચૌહાણે ‘સંકટ મોચન મહાબલી હનુમાન’, ‘સાવધાન ઇન્ડિયા’, અને ‘દેવોં કે દેવ મહાદેવ’ સિરીયલોમાં કામ કર્યું હતું. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો બોલીવુડ અને ડ્રગ્સની તપાસ કરી રહ્યું છે. એનસીબીએ આ મામલામાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈની પણ ધરપકડ કરી છે

આ સિવાય તેણે ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા કલાકારોની પૂછપરછ કરી છે.જેમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ પણ શામેલ છે.