મનોરંજન

બોલીવુડની આ એક્ટ્રેસે બિલ્ડીંગમાંથી કૂદકો મારીને લાવ્યો હતો જિંદગીનો અંત, સામે આવ્યું અસલી કારણ

દુઃખદ સમાચાર: અભિનેત્રીએ રાત્રે 12 વાગે બિલ્ડીંગમાંથી કૂદકો મારીને લાવ્યો હતો જિંદગીનો અંત, ફેન્સ થયા હતા દુઃખી દુઃખી

ગ્લેમરની દુનિયા દૂરથી જેટલી ઝગમગે છે. તેટલી જ અંદરથી ભયાનક છે. મુંબઈમાં ઘણા યુવક યુવતીઓ સ્ટાર બનવાના સપના લઈને આવતા હોય છે. ઘણા યુવકો-યુવતીઓને નસીબ અને મહેનતના કારણે મૌકા મળી જાય છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યા બાદ પણ ધારી સફળતા પ્રાપ્ત નથી કરી શકતા.

આવું જ થયું હતું પર્લ પંજાબી નામની એક્ટ્રેસ સાથે. આ એક્ટ્રેસે 20 ઓગસ્ટના રાતે તેની બિલ્ડીંગ પરથી કૂદીને જિંદગીનો અંત લાવી દીધો હતો. આ એક્ટ્રેસની ઉંમર 25 હોવાની માહિતી મળી રહી છે.

પર્લ પંજાબી મુંબઈના ઓશિવારા વિસ્તારમાં રહેતી હતી. આ એક્ટર્સેનું સપનું હતું કે તે બૉલીવુડમાં મોટી એક્ટ્રેસ બને. પરંતુ તે કંઈ બની શકી ના હતી. પર્લ છેલ્લા ઘણા સમયથી તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં સંઘર્ષ કરી રહી હતી.

સાથે જ તે ઘણા સમયથી ડિપ્રેશનથી ઝઝૂમી હતી. જયારે આ સમસ્યાનું કોઈ નિરાકરણ ના આવતા તેને જિંદગી ટૂંકાવવાનો નિર્ણય લઇ લીધો હતો.

પર્લ જે બિલ્ડિંગમાં રહેતી હતી તે બિલ્ડીંગ ગાર્ડ કહ્યું હતું કે, આ દુર્ઘટના લગભગ રાતે 12;15 થી 12;30 ના સમયગાળમાં બની હતી. જ્યારે અવાજ આવ્યો હતો તો લોકો દોડી ગયા હતા.

પર્લને બિલ્ડીંગમાંથી પડતું મુક્ત તેની હાલત વધારે ખરાબ હતી. તેને તુરંત જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. લાખ કોશિશ કર્યા બાદ પણ તેને બચાવી શકી ના હતી.