ટીવી સિરિયલની જાણીતી અભિનેત્રી સારા આર્ફિન ખાને એક સારા સમાચાર આપ્યા છે. સારાએ હાલમાં જ ટ્વિન્સને જન્મ આપ્યો છે. સારાની યોગ ઇન્સ્ટ્રક્ટરે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને જાણ કરી હતી. સારા આર્ફિન અને તેનો પતિ આર્ફિન ખાન પહેલી જ વાર માતા-પિતા બન્યા છે.
જેનીએ સારા અને તેના બાળકોની તસ્વીર શેર કરીને લખ્યું હતું કે,” મારી પ્યારી વિધાર્થી સારાને ઘણી શુભેચ્છા ! સારાએ હાલમાં જ ટ્વીન્સ બાળકો ઈજાહ અને જિદેનને સિઝેરિયનથી જન્મ આપ્યો છે. સાથે જ જેનીએ ખુલાસો કર્યો હતો કે, સારાનો અનુભવ બતાવે છે કે પ્રેગ્નેન્સીના સમયમાં યોગ કરવાથી ઘણી મદદ મળે છે. સાથે જ લખ્યું હતું કે બાળકનો જન્મ નોર્મેલ રીતે થાય કે એ સિઝેરિયનથી થાય યોગ અને હાઈપ્નોબર્થિંગ મદદ કરે છે.
એક્ટ્રેસે જણવ્યું હતું કે, પ્રેગ્નેન્સીના સમયમાં યોગ અને જેની પાસેથી શીખેલી ટેકનીકને કારણે હું અને મારા બાળકો શાંતિ પ્રિય અને તણાવમુક્ત હતા.મારે સિઝરેયિયન દ્વારા બાળકોને જન્મ આપવાનું હોય જેમાં હીપ્રો યોગ ફાયદાકારક રહ્યા હતા. આમ તો હું સર્જરીના નામથી જ ડરું છું પણ ડિલિવરીના સમયે હું યોગના કારણે શાંત રહી શકી હતી. અને શાંતિપૂર્ણ રીતે બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોને જન્મ આપ્યા બાદ હવે હું અને બાળકો બન્ને યોગ કરવા માટે એટલા જ ઉત્સાહિત છે. જેની પાસેથી યોગ શીખીને મને મજા આવી.
હાલ તો સારાએ ટ્વીન્સ બાળકોને જન્મ આપતા બહુ જ ખુશ છે. બાળકોના જન્મ પહેલા સારાએ એકે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘ તેની ડયુ ડેટ 8 જુલાઈ છે. મારે છોકરો આવે કે છોકરી કોઈ જ ફર્ક નથી પડતો.
પરંતુ હવે સારાએ કહ્યું હતું કે, હું ભગવાનનો આભાર માનું છું કે મને આ સુંદર ભેટ આપી. જયારે હું પ્રેગ્નેન્ટ થઇ થઇ ત્યારે હું સ્વીકારી નથી શકતી કે, હું માતા બનવાની છું. પરંતુ જયારે બાળકે અંદર હલનચલન કરવાનું શરૂ કર્યું ત્યારે મને વિશ્વાસ થયો કે હવે હું માતા બનીશ. જણાવી દઈએ કે મેં મહિનામાં સારાનું બેબી શાવર યોજાયું હતું.
સારાએ 2009માં આર્ફિન ખાન સાથે લગ્ન કર્યા હતા. જયારે બેબીશાવર કરવામાં આવ્યું ત્યારે સારાએ ખુલાસો કર્યો હતો કે, તે અને આર્ફિન બાળકોની રાહ જોઈ રહ્યા છે.
સારાની કામની વાત કરવામાં આવે તો સારા જમાઈ રાજા સિવાય ફિયર ફાઇલ્સ અને લવ કા ઇન્તજારમાં કામ કર્યું છે. સાથે જ સારાએ બોલીવુડમાં પણ હાથ અજમાવી ચુકી છે. સારાએ અલી ઝફર અને યામી ગૌતમ ફેમ ટોટલ સિયાપ્પામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
View this post on Instagram
સારા હાલમાં બંને બાળકોનની પરવરિશમાં ધ્યાન આપે છે, જુડવા બાળકોની સંભાળનું કામ સહેલું નથી હોતું, નૈની રાખી હોવા છતાં પણ તે પોતાનું પૂરું ધ્યાન બાળકોનું દેખભાળમાં રાખે છે.
View this post on Instagram
સારા પોતાના બિઝનેસમેન પતિ અફરીન ખાન સાથે ખુબ જ ખુશ છે, તે પોતાના પતિ સાથેની કેટલીક તસવીરો પણ સોશ્યિલ મીડિયા પર શેર કરતી હોય છે.
View this post on Instagram
સારાનું માનવું છે કે બાળકોના આવવાથી તેના પતિ સાથેનો સંબંધ વધારે મજબૂત થયો છે. તેને પોતાના બાળકોની કેટલીક તસ્વીરો પણ શેર કરી છે. તેમાં તમે જોઈ શકો છો કે તે બાળકો સાથે ખુબ જ મસ્તી કરી રહી છે.
જણાવી દઈએ કે સારા અને અફરીનના લગ્નના 11 વર્ષ થઇ ગયા છે બંનેના લગ્ન 18 ફેબ્રુઆરી 2009 માં થયા હતા. લગ્ન પછી તે લંડનમાં રહે છે.