અજબગજબ ધાર્મિક-દુનિયા

મળો ઓર્થોપેડિક હનુમાનજીને, અહીં શ્રદ્ધાળુઓના તૂટેલા હાડકા ચમત્કારિક રીતે જોડાય છે – વાંચો માહિતી

આપણો ભારત દેશએ અનેક રહસ્યોથી ભરપુર દેશ છે. તમે આપણા દેશમાં કોઈપણ જગ્યાએ જાવ દરેક જગ્યાનું કોઈને કોઈ રહસ્ય હોય છે દરેક સ્થળ સાથે કોઈને કોઈ વાર્તા જોડાયેલી જ હોય છે. પુરાણો સાથે કોઈને કોઈ રીતે દરેક જગ્યા જોડાયેલી જ હોય છે. દરેક પ્રદેશ અને વિસ્તાર સાથે અમુક એવી વાતો જોડાયેલી હોય જેની પર ઘણી વાર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થાય છે. પણ અમુક લોકો માટે એ વિશ્વાસ અને શ્રધ્ધાનું સ્થાન હોય છે, ઘણા બધા લોકો એ જગ્યાએ થતા ચમત્કાર માને છે અને અનુભવે પણ છે.

ભારતભરમાં ઘણા મંદિરો આવેલા છે. આપણા દેશમાં ધર્મ અને દેવી દેવાઓને ખાસ સ્થાન આપવામાં આવે છે. આ દેવી-દેવતાઓના મંદિરોને ખાસ મહત્વ આપવામાં આવે છે કારણ કે આ મંદિરો પાછળ ઘણી વાર્તાઓ છે, જે ખૂબ જ રસપ્રદ અને અનોખી હોય છે. એમાં પણ જયારે આપણને દુઃખ પડે ત્યારે જરૂરથી ભગવાન યાદ આવે છે અને આ મંદિરો યાદ આવે છે, કે જ્યા જઈને માનતા માનવાથી તમારી તકલીફો દૂર થાય છે. આજે વાત એવી જ એક જગ્યાની એક મંદિરની જ્યાં હજારો ભક્તો મુલાકાત લે છે અને તેનો અનુભવ વાંચીને તમે પણ ચોંકી જશો. જબલપુરના કટનીની પાસે આવેલા એક ગામના હનુમાન મંદિરની આજે આપણે વાત કરવાના છે.

Image Source

આ મંદિરે લોકો આવે છે તો દર્દ અને દુખાવાને સાથે લઈને પણ જયારે તેઓ અહીંથી જાય છે ત્યારે તેઓ હસતા હસતા અને દુખ દર્દ દુર કરીને જાય છે. આ મંદિરમાં તૂટેલા હાડકા જોડાઈ જાય છે. આવો આજે તમને મોહાસ ગામમાં આવેલા હનુમાનજી મંદિરની અનોખી અને રસપ્રદ વાતો જણાવીએ. ઓર્થોપેડિક હનુમાનજીના નામથી આ હનુમાનજીને ઓળખવામાં આવે છે. કટનીથી ફક્ત 35 કિલોમીટર દુર આવેલું છે આ મંદિર. આ હનુમાનજીને ઓર્થોપેડિક સ્પેશિયલ હનુમાન કહેવામાં આવે છે. હાડકાનો રોગ, ફેકચર કે પછી હોય કોઈપણ જાતની હાડકાની તકલીફ આ મંદિર જવાથી દુર થઇ જશે. આ મંદિરે સામાન્ય દિવસોમાં પણ અનેક ભક્તોની લાઈન હોય છે. જેમ કોઈ દવાખાનાની બહાર ભીડ હોય એનાથી પણ વધુ ભીડ અહીં જોવા મળતી હોય છે. શનિવાર અને મંગળવારે તો આ મંદિરના આંગણામાં પગ મુકવાની પણ જગ્યા નથી હોતી.

Image Source

આ મંદિરે રોજ અલગ અલગ દ્રશ્યો જોવા મળતા હોય છે ઘણી વાર અમુક પરિવારજનો અમુક લોકોને સ્ટ્રેચરમાં લાવે છે તો ઘણી વાર અમુક લોકો ટીંગાટોળી કરીને કે પછી એમ્બ્યુલન્સમાં પણ પોતાના દર્દી મિત્રોને લાવતા હોય છે. ઘણા લોકોના હાથ તૂટેલા હોય છે તો ઘણી વાર તૂટેલા પગ સાથે પણ લોકો અહીં આવેલા જોવા મળતા હોય છે. અહીં આવનાર દરેક લોકોને ફક્ત એક જ આશા હોય છે કે હનુમાનજી તેમના દુઃખને દુર કરી દે. અને તેમની આ ઈચ્છા હનુમાનજી જરૂર પૂરી કરે છે. માટે જ આ હનુમાનજીને તેમના ભક્તોએ હાડકાં જોડ હનુમાનનું નામ આપ્યું છે.

જયારે કોઈ દર્દી મંદિરમાં પોતાનું દર્દ લઈને આવે છે ત્યારે ત્યાં મંદિરમાં હાજર રહેલ પંડિત દર્દી અને તેની સાથે આવેલા દરેક લોકોને આંખ બંધ કરીને પ્રભુ શ્રી રામના નામનું સ્મરણ કરવાનું જણાવે છે. ત્યાર બાદ તે પંડિતજી પીડિતને કોઈ ઔષધી જેવી દવા આપે છે. તેમણે આપેલ ઔષધિને બરાબર ચાવીને ખાવાની હોય છે. બસ જેવી એ દવા પૂર્ણ ખવાઈ જાય પછી તમારે ત્યાં રોકાવાનું નથી હોતું. મંદિરમાં ફક્ત આ એક જ ઉપાય કરવામાં આવે છે. આના સિવાય બીજી કોઈ પણ પ્રકારની દવા આપવામાં આવતી નથી. પંડિત સરમન પટેલના જણાવ્યા પ્રમાણે આ દવા અને હનુમાનજીના આશીર્વાદથી દરેક તૂટેલા હાડકાં જોડાઈ જાય છે.

Image Source

આ મંદિરે મંગળવાર અને શનિવાર વિશેષ ભક્તોની ભીડ જોવા મળે છે. સ્થાનિક રહેવાસી જણાવે છે કે આ બંને દિવસ હનુમાનજીના વિશેષ દિવસમાં છે. આ દિવસે આપવામાં આવતી દવા વધુ અને જલ્દી અસર કરે છે. આના કારણે જ આ બંને દિવસે ત્યાં વધુ ભીડ જોવા મળતી હોય છે. આજે પણ જયારે મંગળવાર હોય કે શનિવાર હોય ભક્તોની લાંબી લાઈનો જોવા મળે છે.

સ્થાનિક જણાવી રહ્યા છે કે આ મંદિરની ખ્યાતિ દેશમાં દરેક જગ્યાએ પહોચી છે. જયારે લોકો ડોક્ટરોની મુલાકાત લઈને થાકે છે અને કોઈ ફેર નથી પડતો ત્યારે લોકો આ હનુમાનજીની મુલાકાત લે છે અને પોતાના દર્દમાંથી મુક્તિ મેળવે છે. અહીં આવનાર લોકોમાં મોટેભાગે ગુજરાત, યુપી, બિહાર અને રાજસ્થાન અને બીજા ઘણા રાજ્યમાંથી લોકો આવતા હોય છે. મંદિરમાં આવેલા એક પરિવાર સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓ આ મંદિરે બીજી વખત આવી રહ્યા છે પહેલા આવેલા ત્યારે દરેકને કોઈને કોઈ ફેકચર હતું અને પહેલીવાર દવા લેવાથી જ તેમને આરામ મળી ગયો હતો પણ બીજી વાર તેઓ હનુમાનજીના દર્શન કરવા આવ્યા છે.

Image Source

આ મંદિરમાં કરવામાં આવતા ઇલાજના કોઈપણ પૈસા લેવામાં નથી આવતા તમે ઈચ્છો એ પ્રમાણે તમે દાનપેટીમાં દાન કરી શકો છો. ફરજિયાત નથી હોતું. મંદિરની બહાર ફક્ત તમને તેલ મળશે એ તેલ માલિશ કરવા માટે લેવાનું હોય છે પણ તેનો પણ કઈં બહુ ખર્ચ નથી તે તો ફક્ત 50 કે 100 રૂપિયામાં મળી જશે. કટનીના રહેવાસી જણાવી રહ્યા છે કે થોડા સમય પહેલા તેઓનો એક અકસ્માત થયો હતો ત્યારે તેઓએ કોઈપણ ડોક્ટરની મુલાકાત લીધી હતી નહિ. તેઓ હનુમાનજીના સાનિધ્યમાં અને ઔષધીય દવા લેવાથી સંપૂર્ણ સારા થઇ ગયા હતા. બીજા એક દર્દી મિત્રને સાયકલ પરથી પડી જવાને કારણે કોણીમાં ફેકચર થયું હતું તેઓએ જયારે એક્સરે અને બીજા રીપોર્ટ કરાવ્યા તો ડોકટરે તેમને પ્લાસ્ટરનો પાટો બંધાવાની સલાહ આપી હતી. પણ જયારે તેમણે જાણ્યું કે આવા મંદિરની પ્રસાદી લવાથી તૂટેલા હાડકાં સારા થઇ જાય છે. તેઓએ મંદિરની મુલાકાત લીધી અને અહીંની દવા ખાવાથી સારા થઇ ગયા હતા. અને આ એક જ કારણે આ મંદિર દેશ અને વિદેશમાં પણ પ્રખ્યાત છે.