મગરનું નામ સાંભળીને ભલભલાને ઠંડી ચઢી જાય, કારણ કે મગર પાણીનો રાજા છે, અને તે પાણીમાં આવેલા કોઈપણ શિકારને આખે આખો ગળી જાય છે, સોશિયલ મીડિયામાં ઘન વીડિયો પણ વાયરલ થતા હોય છે, જેમાં મગરને શિકાર કરતા પણ આપણે જોયો હશે, પરંતુ હાલ જે વીડિયો સામે આવી રહ્યો છે તેને પણ જોનારના હોશ ઉડાવી દીધા છે.
મગરની નજીક જતા કોઈપણ પ્રાણી ડરતું હોય છે, કોઈપણ પ્રાણીને મગરની નજીક જવા માટે ખુબ જ હિંમતની જરૂર પડતી હોય છે, પરંતુ સોશિયલ મીડિયાની અંદર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં જોવા મળી રહ્યું છે કે એક નાનો એવો કાચબો વિશાળ કાય મગરની એકદમ નજીક જાય છે.
વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક મગર પાણીની અંદર શાંતિથી પડી રહ્યો છે. પરંતુ મગર શાંત સુઈ રહ્યો હોય તેનો મતલબ એવો નથી થતો કે તે હુમલો નહીં કરે. આજ સમયે એક કાચબો પાણીની અંદર આવે છે અને ધીમે ધીમે તે મગરની એકદમ નજીક જઈને નીકળી જાય છે, પરંતુ મગર તેને કઈ નથી કરતો અને કાચબો શાંતિથી ત્યાંથી ચાલ્યો જાય છે.
Imagine the level of confidence !! 😎🐢 pic.twitter.com/31hPV0iazk
— Saket (@Saket_Badola) December 2, 2021
સોશિયલ મીડિયામાં માત્ર 6 સેકન્ડની આ કલીપ ખુબ જ વાયરલ થઇ રહી છે, ઘણા લોકો આ વીડિયોને જોઈને પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે, ઘણા લોકોનું તો કહેવું છે કે મગરની નજીક જવામાં પણ હિંમતની જરૂર હોય છે, તો ઘણા આ કાચબાને બહાદુર કાચબો પણ કહી રહ્યા છે.