મનોરંજન

ભગવાનની એક થપ્પડથી ખરાબ થઇ ગઈ હતી રામાયણની મંથરાની આંખ, તેના કારણે જ સચવાયું તેનું કેરિયર

રામાયણ ટીવી ઉપર પુનઃ પ્રસારિત થતા જ રામાયણમાં પાત્રો ભજવનાર દરેક વ્યક્તિના અંગત જીવન વિશે પણ નવી નવી વાતો જાણવા મળી રહી છે. ત્યારે રામાયણમાં મંથરાનો નકારાત્મક અભિનય કરનાર અભિનેત્રી લલિતા  પવાર આ પાત્ર દ્વારા ખુબ જ પ્રસિદ્ધ થઇ હતી.

Image Source

લલિતા  પવારના જીવનનો એક કિસ્સો છે જે ઘણા ઓછા લોકો જાણતા હશે, એક ફિલ્મના શૂટિંગ દરમિયાન જ એક ઘટના ઘટી તેની અંદર તેની એક આંખ ખરાબ થઇ ગઈ પરંતુ તેના કારણે જ તેને વધુ પ્રસિદ્ધિ પણ મળી હતી. આ વાત છે વર્ષ 1942ની તે ફિલ્મ “જંગ એ આઝાદી”નું શૂટિંગ કરી રહી હતી, તે દરમિયાન જ તેની સાથે એવી ઘટના ઘટી કે જેના કારણે તેનું આખું જીવન જ બદલાઈ ગયું.

Image Source

આ ફિલની અંદરના એક સીનની અંદર લલિતાને એક થપ્પડ મારતો સીન શૂટ કરવાનો હતો. આ સીનની અંદર ભગવાન લૈલાતા પવારને એક થપ્પડ મારવાની હતી, અને ભગવાને આ સીન દરમિયાન લલિતાને એટલા જોરથી થપ્પડ  તે નીચે પડી ગઈ અને તેના કાનમાંથી લોહી પણ નીકળવા લાગ્યું, જેના કારણે લલિતા  પવારના શરીરનો ડાબો ભાગ લકવાગ્રસ્ત થઇ ગયો. તેની ડાબી આંખ એકદમ ખરાબ થઇ ગઈ અને ચહેરો પણ સંકોચાઈ ગયો.

Image Source

ત્યારબાદ લલિતા  લાંબા સમય સુધી મનોરંજનની દુનિયામાં જોવા ના મળીમ થોડા સમય માટે તો તેને ફિલ્મોમાં કામ પણ મળતું બંધ થઇ ગયું. પરંતુ લલિતાએ પોતાના આત્મવિશ્વાસને ક્યારેય ઓછો ના થવા દીધો, અને પોતાની તબિયતમાં સુધારો કરીને ફરી એકવાર 1948માં પડદા ઉપર પાછી ફરી, અને તેને નેગેટિવ રોલ મળવાના પણ શરૂ થઇ ગયા. અને તે કઠોર સાસુના રૂપમાં અને બીજા નકારત્મક અભિનયોમાં ખાસો પ્રભાવ પાડવા લાગી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.