ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વડોદરા પોલીસ દ્વારા ઝડપાયેલા 1 કરોડ રૂપિયાની અવૈધ દારૂની બોટલો ઉપર ચલાવ્યું બુલડોઝર, જુઓ તસવીરો

આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતની અંદર દારૂબંધી છે અને તે છતાં પણ પોલીસ દ્વારા ઠેર ઠેર દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે. ઘણા લોકો ગુજરાતની અંદર દારૂ લાવવા માટે એવા એવા જુગાડ પણ અપનાવતા હોય છે જેના વીડિયો વાયરલ થતા જ પોલીસ પણ હેરાન રહી જાય છે.

હાલમાં જ ગુજરાતમાં આવેલા વડોદરામાં પોલીસે એક કરોડ રૂપિયાથી પણ વધારે કિંમતની અવૈધ દારૂની બોટલો ઉપર બુલડોઝર ચલાવીને તેને નષ્ટ કરી દીધી. વડોદરા પોલીસના ડીસીપી કરણરાજ સિંહ વાઘેલાએ જણાવ્યું કે “જિલ્લા કોર્ટમાંથી પરવાનગી લીધા બાદ અમે ગુરુવારના રોજ લગભગ 30,000થી વધારે અવૈધ દારૂની બોટલોને નષ્ટ કરી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર વડોદરા ઝોનમાં આવતા 4 પોલીસ મથકોમાં ડિસેમ્બર 2020થી 2021 દરમિયાન પ્રોહીબીશનના ગુન્હા હેઠળ ઝડપાયેલા 1.7 કરોડ રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, કોર્ટ દ્વારા પરવાનગી મળ્યા બાદ પોલીસ દ્વારા ચિખોદરા ગામની સીમમાં દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થામાં વળી પોલીસ મથકમાંથી કુલ 2408 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 7.54 લાખ, પાણીગેટ પોલીસ મથકમાંથી 16,629 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 27.01 લાખ, મકરપુરમાંથી 13,800 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 21.78 લાખ અને માંજલપુર પોલીસ મથકમાંથી 27,166 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 50.79 લાખ મળીને કુલ 1.7 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ બધા જ દારૂના જથ્થાને નષ્ટ કરવાની પરવાનગી જિલ્લા કોર્ટ દ્વારા મળ્યા બાદ તરસાલી બાયપાસ પાસે આવેલા ચીખોદરા ગામની સીમમાં આવેલી ખરાબાની જમીનમાં ગ્રામ પંચાયતની મંજૂરી મળ્યા બાદ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં શબરાબના જથ્થાનો નાશ કરવામાં આવ્યો.

Niraj Patel