બાઈક લઈને રોડ ઉપર વળાંક લીધો યુવકે, જેવી સ્લીપ ખાઈ ગઈ કે તરત જ બાઇકમાં લાગી આગ, યુવક પણ સળગવા લાગ્યો, જુઓ વીડિયો

રોડ ઉપર અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે તો ઘણા લોકો અકસ્માતમાં ઘાયલ પણ થઇ જતા હોય છે. ઘણીવાર આવા અકસ્માતના વીડિયો પણ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા હોય છે અને તે વાયરલ થતા જ લોકોના રૂંવાડા પણ ઉભા થઇ જતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવક બાઈક સાથે જ સળગતો જોવા મળે છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક બાઈક લઈને રસ્તા ઉપર વળાંક વળે છે અને મેઈન રોડ ઉપર આવતા જ તેની બાઈક સ્લીપ ખાઈ જાય છે એન તે રોડ ઉપર જ ઢસડાઈ પડે છે. જેવો જ તે પડે છે કે તેની બાઇકમાં ભયાનક આગ ભભૂકી ઉઠે છે અને તેની સાથે યુવક પણ આગની ચપેટમાં  આવી જાય છે.

ખાસ વાત તો એ રહી કે યુવકે તરત જ ઓટાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને બાઈક છોડીને ત્યાં રોડની બાજુમાં આવેલા ઘાસમાં આળોટવા લાગ્યો, વીડિયોમાં જોઈ શકાય છે કે તેના કપડાં ઉપર પણ આગ લાગી ગઈ છે અને તેને બુઝાવવા તે આળોટી રહ્યો છે. જેના બાદ તે પોતાનું ઝેકેટ પણ ઉતારી દે છે. આસપાસ ઉભેલા લોકો પણ તરત તે યુવકની મદદ કરવા માટે દોડી આવે છે.

આ વીડિયો ક્યાંનો છે અને ક્યારે શૂટ થયો તેના વિશેની કોઈ જાણકારી નથી મળી રહી. પરંતુ ઇન્ટરનેટ ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વાયરલ વીડિયોને જોઈને ઘણી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. ઘણા લોકોને આ ઘટના ખુબ જ ડરામણી લાગી રહી છે. અત્યાર સુધી આ વીડિયોને 16 લાખ જેટલા લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel