હેલ્થ

વજન ઘટાડવા માટે કારગર સાબિત થાય છે હળદરવાળું દૂધ, પણ તમે નથી જાણતા બનાવવાની સાચી રીત

હળદરવાળું દૂધ પીવાના ઘણા ફાયદાઓ છે અને એ વિશે ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે. ઘણા લોકોને હળદરવાળું દૂધ નથી ભાવતું પણ તેમ છતાં ક્યારેક કયારેક તેઓ હળદરવાળા દૂધને ઔષધિ તરીકે પી લે છે. એવું માનવામાં આવે છે કે તે શરદી, ખાંસી, ઘા વગેરે મટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. હળદર અને દૂધ બંને આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને બંને એક સાથે એટલે કે હળદરવાળું દૂધ પોતાના ઘણા ગુણો સાથે વજન ઘટાડવામાં પણ ખૂબ મદદ કરે છે.

Image Source

સામાન્ય રીતે હળદરનો ઉપયોગ વૈકલ્પિક દવા તરીકે થાય છે, હળદર ખૂબ જ ગુણકારી હોય છે અને ઠંડીના વાતાવરણમાં તો વરદાનરૂપ સાબિત થાય છે.

જો તમે દરરોજ રાત્રે હળદરનું દૂધ પીતા હોવ તો તમે ખૂબ જ સરળતાથી વજન ઘટાડી શકો છો. જો તમને રાત્રિભોજન પછી અને સુવાની વચ્ચેના સમયમાં ભૂખ લાગે છે તો, હળદરવાળું દૂધ તમારા માટે એકદમ યોગ્ય વસ્તુ છે. હળદરમાં થર્મોજેનિક ગુણધર્મો હોય છે જે તમારા ચયાપચયને વેગ આપે છે, જેનાથી તમારી કેલરી પણ ઝડપથી બળી જાય છે.

Image Source

જો તમે ઇચ્છતા હોવ કે વજન ઘટયા ઘટાડયા પછી ઝડપથી વધે નહિ તો એ માટે પ્રોટીન એક એ શ્રેષ્ઠ સ્રોત છે. દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે અને સાથે હળદરના ગુણધર્મ સાથે આને ઊંઘતા પહેલા પીવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

હળદરમાં ફાઇબર્સ હોય છે કે જે વજન વધવા નથી દેતા અને ચરબી પણ ઝડપથી ઘટાડે છે. એટલે જયારે તમે હળદરવાળું દૂધ પીવો છો તો વજન ઘટવાની પ્રક્રિયા ઝડપી થઇ જાય છે.

Image Source

આ તો થયા હળદરવાળું દૂધ પીવાના ફાયદાઓ, પણ મોટાભાગે લોકો આને બનાવવાની સાચી રીત નથી જાણતા, હળદરવાળું દૂધ પીવાના ફાયાઓ ત્યારે જ થશે જયારે તેને સાચી અને યોગ્ય રીતે બનાવવામાં આવશે. તો ચાલો જણાએ હળદરવાળું દૂધ બનાવવાની સાચી રીત –

Image Source

મોટાભાગના લોકો દૂધમાં હળદરનો પાવડર ભેળવીને પીવે છે, પણ હળદરના પાવડરને બદલે મૂળિયાવાળી હળદર વધુ અસરકારક સાબિત થાય છે. આખી હળદરને લો અને તેને પીસી લો. સાથે જ કાળા મરીને પણ પીસી લો, જો સફેદ મરી હોય તો વધુ સારું. હવે અડધો કપ દૂધમાં એક કપ પાણી નાખો અને પછી તેમાં હળદર અને મરીનો ભૂકો નાખો અને ઉકાળો. આ મિશ્રણને 20 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો અને જ્યા સુધી આ મિશ્રણ અડધું ન થઇ જાય ત્યાં સુધી ઉકાળો. એ પછી તેને ગાળી લો અને તેમાં મધ મિક્સ કરીને પીવો. જો તમારું ગળું ખરાબ હોય તો એમાં અડધી ચમચી ઘી પણ નાખો, આનાથી તમારું ગળું જલ્દી સારું થઇ જશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.