જ્યારે પણ શરીરમાં કોઈ ઇજા થાય કે કોઈ દુખાવો થાય તો આપણા ઘરના વડીલો આપણને હળદરવાળું દૂધ પીવાની સલાહ આપતા હોય છે. ઇજાને ઠીક કરવા માટે, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, થાકને દૂર કરવા માટે હળદર વાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય શરદી-ઉધરસથી લઈને સારી ઊંઘ માટે પણ હળદળ વાળું દૂધ ખુબ જ ફાયદેમંદ છે. એવામાં આજે અમે તમને રાતે સુતા પહેલા હળદર વાળું દૂધ પીવાના ફાયદા વિશે જણાવીશું, એમાં પણ શિયાળામાં રાતે હળદર વાળું દૂધ પીવું અમૃત સમાન છે.

હળદરવાળું દૂધ બનાવવા માટે એક ગ્લાસ દૂધમાં 2 ચપટી હળદર ભેળવીને સારી રીતે ઉકાળી લો. પછી તેને ઠંડુ થવા દો અને રાતે ઊંઘવાના સમયના એક કલાક પહેલા દૂધ પીઓ.

1. હળદરવાળું દૂધ રાતે પીવાથી શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે. જેનાથી તમારી પાચન ક્રિયા ઠીક થાય છે અને પેટની બીમારીઓ જેવી કે ગેસ, એસીડીટી, કબજિયાત વગેરેથી રાહત મળે છે.

2. આ સિવાય હળદરવાળું દૂધ પીવાથી ત્વચામાં નિખાર આવે છે. કેમ કે તેમાં એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ જેવા ગુણો રહેલા હોય છે જે ત્વચા સંબંધિત દરેક રોગો જેવા કે ચેપ, ખંજવાળ, મસા વગેરેને દૂર કરે છે અને બેક્ટેરિયાને પણ ખતમ કરે છે, જેનાથી તમારી ત્વચા ચમકદાર બને છે.

3. દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જેનાથી હડાકા મજબૂત બને છે. આ સિવાય દાંત પણ મજબૂત બને છે. મહિલાઓમાં સાંધાઓના દર્દની ફરિયાદ પણ દૂર થાય છે. આ સિવાય અર્થરાઇટિસ જેવી બીમારી પણ દૂર થાય છે.

4. જે મહિલાઓને રાતે ઊંઘ નથી આવતી તેઓના માટે હળદરવાળું દૂધ ખુબ જ ફાયદેમંદ છે. ઘણીવાર તણાવ કે અન્ય કોઈ કારણોને લીધે રાતે ઊંઘ નથી આવતી. હળદરમાં એમિનો એસિડ હોય છે જેનાથી ઊંઘ સારી આવે છે. સારી ઊંઘ લેવા માટે રાતે સુવાના 30 મિનિટ પહેલા હળદરવાળું દૂધ લેવું વધારે ફાયદેમંદ રહેશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.