હળદરને આપણે એક ઐષધી તરીકે માનીએ છીએ. હળદર ઘણા બધા રોગોમાં ફાયદાકારક પણ છે. હળદરના ગુણો વિષે તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ પરંતુ હળદર ખાવાના કેટલાક ગેરફાયદા પણ છે. ક્યારેક વધુ પડતી હળદર ખાવી શરીરમાં મોટું નુકશાન પણ કરી શકે છે જે વાતથી આપણે અજાણ હોઈએ છીએ.

એન્ટી ઓક્સિડેટ હળદરમાં કક્યુર્મિન નામનું શક્તિશાળી તત્વ રહેલું છે. જનો વધારે પડતો વપરાશ શરીરમાં નુકશાન પેદા કરી શકે છે. એક દિવસ દરમિયાન 500 થી 1000 મિલીગ્રામ કન્ક્યુર્મિનનું પ્રમાણ શરીર માટે યોગ્ય માનવામાં આવે છે.

ગાંઠ વળી તાજી હળદરમાં 200 મિલીગ્રામ કક્યુર્મિન હોય છે જો કે એ હળદરની ગુણવત્તા ઉપર નિર્ભર રાખે છે. તમે દિવસ દરમિયાન કેવા પ્રકારની હળદર કેટલા પ્રમાણમાં લઇ રહ્યા છો તેના ઉપર કેટલું કક્યુર્મિન તમારા શરીરની અંદર જાય છે તે નક્કી થાય છે.

કોઈપણ મસાલા હોય કે હળદર તેનો જો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો જ તે શરીર માટે ફાયદાકારક છે જો હળદરની વાત કરીએ તો દિવસ દરમિયાન 500 મિલીગ્રામ હળદર શરીર માટે યોગ્ય છે.

આજે અમે તમને વધુ પડતી હળદર ખાવાથી થતાં ગેરફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છે જે વાંચીને તમને પણ એમ થશે કે “હળદર હવે સીમિત માત્રામાં જ ખાવી જોઈએ.”

વધુ પડતી હળદર પેટને કરી શકે છે ખરાબ:
શરદી, ખાંસીના ઈલાજ માટે આપણે હળદરવાળું દૂધ પીવાનું પસંદ કરીએ છીએ. પરંતુ જો હળદર વધુ માત્રામાં લેવામાં આવે તો તમને પિત્ત સંબંધી કેટલીક સમસ્યામાં વધારો કરી શકે છે. વધુ પડતી હળદર પંચતંત્ર ઉપર અસર કરે છે જેનાથી તમારો ખોરાક જલ્દી પછી નથી શકતો અને તમને ડાયેરિયા, ગેસ અથવા કબ્જ થવાનો ખતરો વધુ રહે છે.

હળદરથી બ્લડ સુગર થઇ શકે છે ઓછું:
જો વધુ પડતી હળદર ખાવામાં આવે તો તમારું બ્લડ સુગર પણ ઓછું થઇ શકે છે જે ભવિષ્યમાં તમને મોટી મુસીબતમાં પણ મૂકી શકે છે. જો તમે એનિમિયાની બીમારીથી પીડાઈ રહ્યા છો હળદરનું સેવન ઓછું કરી દો કારણ કે તેનાથી તમારી તકલીફમાં વધારો થઇ શકે છે.

કિડનીમાં હોય પાથરી તો રહેજો હળદરથી દૂર:
જો તમને કિડનીમાં પથરીની સમસ્યા હોય તો હળદરવાળું દૂધ ના પીવું જોઈએ. તેનાથી તમારી સમસ્યામાં વધારો થઇ શકે છે કારણ કે હળદરમાં 2% ઓક્સાલેટ રહેલું છે.

ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ લીધા બાદ હળદર લેવી:
ગર્ભવતી અને બાળકોને સ્તનપાન કરાવતી મહિલાએ ડોક્ટરની સલાહ બાદ જ હળદરનો ખાવાં વપરાશ કરવો જોઈએ. કારણ કે હળદરથી તમારા ગર્ભમાં રહેલા બાળક અને તમારું સ્તનપાન કરતા બાળકને નુકશની પણ થઇ શકે છે.

કમળાના દર્દીઓ રહે હળદરથી દૂર:
જે લોકોને કમળાની બીમારી થઇ હોય એ લોકોએ બીમારી દરમિયાન હળદરનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જેનાથી બીમારી વધવાનો ખતરો રહે છે.

રોગપ્રતિકારક શક્તિમાં કરે છે ઘટાડો:
વધુ પડતી હળદર ખાવાના કારણે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે છે. તમે જો નિશ્ચિત માત્રથી વધુ પ્રમાણમાં હળદર ખાઈ રહ્યા ચો તોત તમને ઉબકા આવવા કે ઉલ્ટી ત્વની સમસ્યા પણ સર્જાઈ શકે છે.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.