કોરોના મહામારીની અંદર હળદર છે રામબાણ ઈલાજ, ફેફસાને સ્વસ્થ કરવાથી લઈને ઘણી બીમારીમાં છે ઉપયોગી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

આયુર્વેદમાં પણ હળદરને ખુબ જ ગુણકારી માનવામાં આવી છે, હળદર એક ઔષધીઃ છે અને તે શરીરના ઘણા બધા રોગો માટે ખુબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે હળદરનો ઉપયોગ રસોડાની અંદર થતો હોય છે. ત્યારે આ કોરોના મહામારીની અંદર હળદરનો ઘણા લોકો હવે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગ કરે છે.

કોરોનાની બીજી લહેરની અંદર જોવા મળ્યું છે ઘણા લોકો ફેફસામાં સંક્ર્મણ થવાના કારણે શ્વાસ નથી લઇ શકતા અને તેમને ઓક્સિજનની જરૂર પડે છે તો ઘણા લોકો આ તકલીફના કારણે પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે, ત્યારે આજે અમે તમને હળદરના એવા ઉપાયો બતાવીશું જેના દ્વારા તમે પણ તમારા ફેફસાને સ્વસ્થ રાખી શકશો.

1 હળદરનો લેપ કરશે ફેફસાં સ્વસ્થ:
હળદરનો લેપ બનાવવા માટે તમારે અડધી ચમચી કાચી હળદર અથવા હળદરનો પાઉડર, 5-6 લસણ, થોડું આદુ, અડધી ડુંગળી, દિવ્યધારાની જરૂર પડશે. પેસ્ટ બનાવવા માટે હળદર, લસણ, ડુંગળીને ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવી લો. તેમાં થોડાં ટીપાં દિવ્યધારાના નાખીને મિક્સ કરી લો. હવે આ પેસ્ટને છાતી પર સારી રીતે લગાવી લો. ત્યારબાદ કોટનનું કપડું લપેટી લો. આનાથી ફેફસા સંબંધી બીમારીઓથી છૂટકારો મળવાની સાથે ઘણી અન્ય બીમારીઓ સામે પણ રક્ષણ મળશે.

2. હળદર વાળું દૂધ છે બીમારીઓમાં રામબાણ:
હળદરની અંદર ઘણા બધા આયુર્વેદિક ગુણો રહેલા છે. અને દૂધ પણ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. તો દૂધની અંદર હળદર નાખીને પીવાથી પણ ઘણા જ ફાયદા થાય છે. શરદી, ઉધરસમાં પણ હળદરવાળું દૂધ ખુબ જ ફાયદાકારક છે. તે ફેફસાને પણ મજબૂત બનાવે છે. તેના માટે તમારે એક કપ ગરમ દૂધમાં એક ચમચી હળદર નાખીને પીવું.

3. હળદર વાળું પાણી વધારશે રોગ પ્રતિકારક શક્તિ:
આજના સમયમાં તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખુબ જ જરૂરી બની ગઈ છે. કારણ કે જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે તેના ઉપર કોરોના વાયરસ જલ્દી હુમલો કરે છે. ત્યારે ઇમ્યુનીટી મજબૂત કરવા માટે એક કપ ગરમ પાણીની અંદર એક ચમચી હળદર નાખીને પીવું ખુબ જ ગુણકારી સાબિત થાય છે.

Niraj Patel