બાથરૂમમાં ફાટેલા કપડા અને લોહીથી લથપથ મળી 13 વર્ષની છોકરીની લાશ, મોત પહેલા જણાવી પિતાની લગ્નવાળી કરતૂત

પિતા અને દીકરીનો સંબંધ સૌથી અલગ હોય છે. પરંતુ હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે ખૂબ જ ચોંકાવનારો છે. એક પિતા પોતાની જ દીકરી માટે હેવાન સાબિત થયો. તેણે તેની 13 વર્ષની દીકરી સાથે જબરદસ્તી લગ્ન કરવા ઇચ્છયા. દીકરીએ ના પાડી દીધી તો તેની હત્યા કરી દીધી.

હત્યા પણ સાધારણ રીતે નહી પરંતુ એક હેવાનની જેમ કરી, મ્યુઝિક સિસ્ટમ ઓન કરી તેને બાથરૂમમાં લઇ જઇ અને સળગાવવાની કોશિશ કરી. આ કિસ્સો તુર્કીનો છેે. આરોપી પિતાનું નામ અહમત મોહમ્મદ છે. મિરરના રીપોર્ટ અનુસાર, તે તેની 13 વર્ષિય દીકરી અમારા સાથે લગ્ન કરવા માંગતો હતો. જયારે દીકરીએ ના કહી અને તેની આ હરકતનો વિરોધ કર્યો તો તે ભડકી ગયો.

તેણે તેની દીકરી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી. દીકરીના બૂમો પાડવાનો અવાજ બહાર ના જાય તે માટે તેણે મ્યુઝિક ઓન કરી દીધુ. તે બાદ તેણે દીકરીના હાથ-પગ પર ખરાબ રીતે ડંડાથી વાર કર્યો. તે બાદ તેને ઘસેડીને બાથરૂમમાં લઇ ગયો અને તેને જીવતી સળગાવવાની કોશિશ કરી.

પાડોશીઓને કંઇ ગડબડ લાગી તો તેમણે પોલિસને ફોન કર્યો અને પોલિસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જોયુ કે બાળકીની ખરાબ હાલત છે. તેને તરત એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જવામાં આવી. જયાં ગંભીર રૂપથી ઘાયલ બાળકીએ એમ્બ્યુલન્સ ટીમને જણાવ્યુ કે, તેના પિતાએ તેને આગ લગાવી મારવાની કોશિશ કરી.

હોસ્પિટલ પહોંચ્યાના તરત બાદ તેની મોત થઇ ગઇ, તે બાદ પોલિસે આરોપી પિતાની શોધખોળ હાથ ધરી. કેટલીક વાર બાદ આરોપી પિતાની ધરપકડ કરી લેવામાં આવી. જો કે, તેણે પૂછપરથ દરમિયાન આરોપોને માનવાની ના કહી દીધી. હાલ તો પોલિસ આ મામલે તપાસ કરી રહી છે.

Shah Jina