હવામાં ઉડી રહેલી ફલાઇટમાંથી આવ્યો ભયાનક વીડિયો સામે. સિંગાપોર જતી ફ્લાઇટ સાથે અથડાયું તોફાન અને પછી થયું એવું કે… જુઓ વીડિયો
Turbulence In Aeroplane : દેશ અને દુનિયામાંહતી રોડ દુર્ઘટનાની ઘણી ખબરો અવાર નવાર સામે આવતી હોય છે, ઘણા લોકો આવી દુર્ઘટનાઓનો ભોગ બનીને મોતને પણ ભેટતા હોય છે, તો ઘણીવાર જમીન પર જ નહિ હવામાં પણ દુર્ઘટના સર્જાય છે અને લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે, હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં લંડનથી આવી રહેલી સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટને ટર્બ્યુલેન્સના કારણે મંગળવારે બેંગકોકમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
આ ઘટનામાં એક મુસાફરનું મોત થયું હતું અને ઘણા ઘાયલ થયા હતા. એરલાઈને આ જાણકારી આપી છે. વિમાન 211 મુસાફરો અને 18 ક્રૂ મેમ્બર સાથે લંડનથી સિંગાપોર જઈ રહ્યું હતું. જો કે સિંગાપોર એરલાઈન્સે એ નથી જણાવ્યું કે કેટલા લોકો ઘાયલ થયા છે, પરંતુ થાઈલેન્ડના અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર 30 લોકો ઘાયલ થયા છે. એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોઈંગ 777-300ER પ્લેન 211 મુસાફરો અને 18 ક્રૂ સભ્યોને લઈને સિંગાપુર જઈ રહ્યું હતું, પરંતુ બેંગકોકમાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તબીબી ટીમ સ્ટેન્ડબાય પર છે. એરલાઈને કહ્યું, ‘અમારી પ્રાથમિકતા એ છે કે એરક્રાફ્ટમાં સવાર તમામ યાત્રીઓ અને ક્રૂને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે. અમે જરૂરી તબીબી સહાય પૂરી પાડવા માટે થાઈલેન્ડમાં સ્થાનિક સત્તાવાળાઓ સાથે કામ કરી રહ્યા છીએ. સિંગાપોર એરલાઇન્સનું વિમાન 20 મે 2024 ના રોજ લંડનના હીથ્રોથી સિંગાપોર માટે ઉડાન ભરી હતી. માર્ગમાં ભયંકર તોફાનના કારણે, તેને બેંગકોક તરફ વાળવામાં આવ્યું હતું અને પ્લેન 21 મે 2024 ના રોજ સ્થાનિક સમય અનુસાર બપોરે 3:45 વાગ્યે લેન્ડ થયું હતું.
ઉડ્ડયનના ક્ષેત્રમાં ટર્બ્યુલન્સ શબ્દનો ઘણો ઉપયોગ થાય છે. આ એક એવી ઘટના છે જેને દરેક પાયલોટ ટાળવા માંગે છે. દરેક મુસાફર માટે આ ખૂબ જ ખરાબ અનુભવ છે. ટર્બ્યુલન્સ વાસ્તવમાં હવાના પ્રવાહમાં દબાણ અને ગતિમાં અચાનક ફેરફાર છે, જેના કારણે વિમાન હચમચી જાય છે. એરક્રાફ્ટ હલનચલન કરતી વખતે ઉપર-નીચે ધ્રૂજવા લાગે છે જેને એરક્રાફ્ટ શેકિંગ કહે છે.
Kesan menyayat hati selepas penerbangan Singapore Airlines 321 dari London ke Singapura, dilencongkan ke Bangkok akibat pergolakan teruk. Seorang penumpang hilang, ramai yang cedera, dan kabin yang musnah. #SingaporeAirlines #SQ321 #TragicFlight #FlightDiversion pic.twitter.com/KBbmuhGSrg
— Perbualan harian Pulau Pinang (@PenangHarian) May 21, 2024