તુનિષા શર્માનો પાર્થિવ દેહ જોઇ બેહોંશ અને બેસુધ થઇ ગઇ માતા, અંતિમ સંસ્કાર પહેલા જ લડખડાયા કદમ- જુઓ વીડિયો

જુવાન દીકરીની લાશ જોઈને ભાંગી ગઈ માતા, પરિવારના માંડ માંડ સંભાળ્યાં- જુઓ ઇમોશનલ વીડિયો

ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ 24 ડિસેમ્બર 2022ના રોજ માત્ર 20 વર્ષની ઉંમરે જ આત્મહત્યા કરી લીધી હતી. તુનિષાએ તેની માતાને આ દુનિયામાં એકલી છોડી દીધી છે. તુનિષા શર્માની માતા તેમની દીકરીને ન્યાય મળે તેની ગુહાર લગાવી રહી છે. આ વચ્ચે અભિનેત્રીની માતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને જોઇ કોઇનું પણ દિલ તૂટી જશે. ગત રાત્રે તુનિષાની માતા પરિવાર સાથે દીકરીની બોડીને જોવા હોસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન તુનિષાની માતા બેહોંશ અને બેસુધ થઇ ગઇ હતી.

હોસ્પિટલથી બહાર નીકળતા તેમની હાલત જોઇ શકાય છે. પરિવારના સભ્યોએ તુનિષાની માતાને હોસ્પિટલમાંથી બહાર લાવી કારમાં બેસાડી હતી. આ વીડિયો સામે આવતા જ લોકોનું દિલ તૂટી ગયુ હતુ. તુનિષાએ ‘અલી બાબા : દાસ્તાન એ કાબુલ’ શોના સેટ પર ગળે ફાંસો ખાઇ લીધો હતો. તુનિષા શર્માના મોત પછી જો કોઈ પર આભ તૂટી પડ્યુ છે તો તે છે અભિનેત્રીની માતા. તેમને એકની એક દીકરી ગુમાવવાનો મોટો આઘાત લાગ્યો છે. દીકરીના નિધન બાદ તુનિષાની માતા સાવ ભાંગી પડી છે.

Credit: tahirjasus Instagram

તુનિષાની માતા ન તો રડી રહી છે કે ન તો કંઈ બોલી રહી છે. અભિનેત્રીની માતાને બેભાન અવસ્થામાં જોઈને કોઈનું પણ દિલ તૂટી જશે. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ તુનીષાની માતા ચાલી પણ શકતી નહોતી. તે માત્ર ટેકો લઈને ચાલતી જોવા મળી હતી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તેમને કોઈ રીતે કારમાં બેસાડવામાં આવે છે. કારમાં બેઠા પછી તેની માતા ખૂબ જ ઉદાસ અને શાંત દેખાતી હતી. તેમની આંખો પણ બંધ હતી. તે સમયે તે કદાચ તે હોંશમાં જ નહોતા.

Credit: tahirjasus Instagram

કોઈ પણ માતા માટે 20 વર્ષની પુત્રીને ગુમાવવાનો ગંભીર આંચકો સહન કરવો ઘણો જ મુશ્કેલ હોય છે. અભિનેત્રીની આત્મહત્યા બાદ તેની માતાએ તુનિષાના એક્સ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર શીઝાન ખાન પર દગો આપવાનો આરોપ લગાવ્યો હતો. તુનિષાની માતાએ કહ્યુ હતુ કે, શીઝાનનો તુનિષા સાથે સાથે બીજા કોઇ સાથે પણ સંબંધ હતો. એક વીડિયોમાં તુનિષાની માતાએ કહ્યુ હતુ કે, એક બીજી મહિલા સાથે સંબંધમાં હોવા છત્તાં શીઝાને તુનિષા સાથે સંબંધ રાખ્યો.

Credit: tahirjasus Instagram

તેણે ત્રણ-ચાર મહિના સુધી તેનો યુઝ કર્યો. હું માત્ર એટલું ઇચ્છુ છુ કે શીઝાનને સજા મળવી જોઇએ, તેને છોડવો ના જોઇએ. તેના કારણે મેં મારી દીકરી ખોઇ છે. જણાવી દઇએ કે, શીઝાન આ સમયે પોલિસ કસ્ટડીમાં છે. તેના પર તુનિષાને આત્મહત્યા માટે ઉકસાવવોન આરોપ છે. કોર્ટે તેને 28 ડિસેમ્બર સુધી પોલિસ કસ્ટડીમાં રાખ્યો છે. ત્યાં આજે એટલે કે 27 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે તુનિષાના અંતિમ સંસ્કાર થવાના છે.

 

View this post on Instagram

 

A post shared by TAHIR JASUS007 (@tahirjasus)

Shah Jina